________________
(૧૮) શ્રી મહાભદ્ર જિન સ્તવન
૧૯૭ સંક્ષેપાર્થ :- ચૌદ રજુ પ્રમાણ લોકના કે અનંત એવા અલોકના, સકલ રૂપી કે અરૂપી દ્રવ્ય ગુણ પર્યાયના સર્વ પ્રકારે જ્ઞાયક એટલે જાણનાર એવા શ્રી અનિલપ્રભુ જિનેશ્વર છે. તે હમેશાં અનંત આનંદમયી છે. તથા શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે તે જગતના સર્વ જીવોને પણ સુખના જ દેવાવાળા છે. માટે હે ભવ્યો! એવા અનિલ પ્રભુની તમે સર્વદા સેવા આદરો. Iકા
(૧૮) શ્રી મહાભદ્ર જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીત વિહરમાન વીશી
(તટ થયુનાનું ૨ અતિ રળિયામણું-એ દેશી) મહાભદ્ર જિનરાજ, રાજ રાજ વિરાજે હો આજ તુમારડોજી; ક્ષાયિકવીર્ય અનંત, ધર્મ અભંગે હો, તું સાહિબ વડોજી.
હું બલિહારી રે શ્રી જિનવર તણી રે. ૧ સંક્ષેપાર્થ :- હે મહાભદ્ર જિનરાજ ! આપનું ધર્મરાજ્ય મહાવિદેહ ક્ષેત્રમાં આજે વર્તમાનમાં વિદ્યમાન છે. આપનામાં કદી ક્ષય ન થાય એવું ક્ષાયિક અનંતવીર્ય પ્રગટ થયેલું છે. આપનો બોધેલો ધર્મ અભંગપણે એટલે અસ્મલિતપણે અનાદિકાળથી પ્રવાહરૂપે ચાલી રહ્યો છે. માટે આ જગતમાં સર્વથી વડા સાહેબ આપ જ છો. હું પણ આપના આવા અખંડ વીતરાગ શાસનને જોઈ, આપના પર બલિહારી જાઉં છું, અર્થાત્ ન્યોછાવર થાઉં છું. I/૧
કર્તા ભોક્તા ભાવ, કારક કારણ હો નું સ્વામી છતોજી; જ્ઞાનાનંદ પ્રધાન, સર્વ વસ્તુનો હો ધર્મ પ્રકાશતોજી. હું
સંક્ષેપાર્થ:- આપ તો પ્રભુ! સ્વભાવના જ કર્તા અને સ્વસ્વરૂપના જ ભોક્તા હોવાથી કર્તા કર્મ આદિ છએ કારક આપના સ્વસ્વરૂપમાં જ પરિણમ્યા છે અર્થાત્ તે સ્વસ્વરૂપાનંદના જ કારણ બન્યા છે. આપ તેના સ્વામી છો. આપનો પ્રધાન એવો જ્ઞાનાનંદ, તે જગતની સર્વ વસ્તુઓનો ધર્મ એટલે સ્વભાવ તે આપની સમક્ષ પ્રકાશે છે અર્થાત્ આપને જણાવે છે. //રા
સમ્યગુદર્શન મિત્ત, સ્થિર નિધરે રે અવિસંવાદતાજી; અવ્યાબાધ સમાધિ, કોશ અનશ્વર રે નિજ આનંદતાજી. હું ૩
૧૯૮
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! સમ્યગ્દર્શન તો આપનો મિત્ર છે. તે સર્વ પદાર્થનો સ્થિર એટલે જેમ છે તેમ અવિસંવાદપણે એટલે કોઈપણ પ્રકારના વાદવિવાદ વગર સ્પષ્ટ રીતે નિર્ધાર કરાવે છે. વળી આપની અવ્યાબાધ એટલે બાધાપીડા રહિત આત્મસ્વરૂપમાં સ્થિરતારૂપ સમાધિ, તે અનશ્વર એટલે કદી નાશ ન પામે એવો કોશ અર્થાતુ ખજાનો છે. જે આપને અનંત આનંદનું કારણ છે. [૩.
દેશ અસંખ્ય પ્રદેશ, નિજ નિજ રીતે રે ગુણ સંપત્તિ ભર્યાજી; ચારિત્ર દુર્ગ અભંગ, આતમ શક્ત હો પ૨ જય સંચર્યાજી. હું ૪
સંક્ષેપાર્થ:- આપના શુદ્ધ આત્માનો અસંખ્ય પ્રદેશરૂપ દેશ, તે પોતપોતાના અનંતગુણરૂપી સંપત્તિથી ભરેલો છે. તે સર્વ ગુણોનું રક્ષણ કરવા માટે આપનો યથાખ્યાત ચારિત્રરૂપ દુર્ગ એટલે કિલ્લો છે, તે અભંગ છે અર્થાત જેનો કદી ભંગ થવાનો નથી. તે કિલ્લામાં આત્માની અનંતવીર્યરૂપ શક્તિ વડે પર એવા સર્વ કર્મ શત્રુઓનો જય કરીને, આપ વિચરો છો. //૪
ધર્મક્ષમાદિક સૈન્ય, પરિણતિ પ્રભુતા હો તુજ બલ આકરોજી; તત્ત્વ સકલ પ્રાગુભાવ, સાદિ અનંતી જે રીતે પ્રભુ ધર્યોજી. હું૦૫
સંક્ષેપાર્થ :- ઉત્તમ ક્ષમા આદિ ધર્મ તે આપની સેના છે. તથા આપની શુદ્ધ પરિણતિરૂપ આત્મપ્રભુતા, તેનું બળ તો ઘણું આકરું કહેતાં પ્રબળ છે. સકલ શુદ્ધ આત્મતત્ત્વનો એટલે કેવળજ્ઞાનનો આપને પ્રાગુભાવ કહેતા પ્રગટપણું છે. તે સર્વ આત્મગુણોને આપે સાદિ અનંત રીતે ગ્રહણ કર્યા છે, અર્થાત્ તે ગુણો પ્રગટ થયા તે સાદિ એટલે આદિ સહિત છે; પણ તે ગુણોનો હવે કદી અંત આવવાનો નથી માટે તે અનંત રીતે ગ્રહણ થયેલા છે. //પા.
દ્રવ્યભાવ અરિલેશ, સકલ નિવારી રે સાહિબ અવતર્યોજી; સહજ સ્વભાવ વિલાસ, ભોગી ઉપભોગી રે જ્ઞાનગુણે ભર્યોજી. હું૦૬
સંક્ષેપાર્થ:- દ્રવ્ય એટલે બહારના કોઈ શત્રુઓ તથા રાગદ્વેષાદિભાવ, અરિ એટલે અંતરંગ શત્રુઓને આપે લેશમાત્ર પણ ન રાખતાં સંપૂર્ણપણે તેનું નિવારણ કરીને આપ સાહિબે પરમાત્મસ્વરૂપે અવતાર ધારણ કર્યો છે. આપ તો હવે સહજ આત્મસ્વરૂપમાં જ વિલાસ કરી રહ્યા છો. તે સ્વભાવથી ઉત્પન્ન થતાં સુખના જ ભોગી છો અથવા ઉપભોગી છો. આપનામાં કેવળજ્ઞાન પ્રગટ હોવાથી