________________
(૧૮) શ્રી મહાભદ્ર જિન સ્તવન
૧૯૫
સ્વારથ વિણ ઉપગારતા રે, અદ્ભુત અતિશય રિદ્ધિ; આત્મસ્વરૂપ પ્રકાશતા રે, પૂરણ સહજ સમૃદ્ધિ, અનિલ જિન સેવીએ રે.
નાથ તુમ્હારી જોડી, ન કો ત્રિહુ લોકમેં રે, પ્રભુજી પરમ આધાર, અછો ભવિ થોકને રે. ૧ સંક્ષેપાર્થ - · હે અનિલ જિન પ્રભુ! આપ સર્વ સિદ્ધિને પ્રાપ્ત કરી કૃતકૃત્ય થયા છો. હવે આપને કોઈ પ્રત્યે કિંચિત્ માત્ર પણ સ્વાર્થ રહ્યો નથી. છતાં નિષ્કારણ કરુણાશીલતાથી નિસ્વાર્થભાવે જગતના સર્વ ભવ્ય પ્રાણીઓ ઉપર પરમોપકાર કરો છો. તેમને જગતના જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોથી છોડાવવાનો પ્રયાસ કરો છો. આપ અદ્ભુત અતિશયવંત અને રિદ્ધિવંત છો. આપના અપાય અપગમ અતિશય વડે અમારાં દુઃખ દૂર થાય છે. વળી આપના વચનાતિશય વડે આપે ઉપદેશેલો બોધ અમે અમારી ભાષામાં સમજી શકીએ છીએ. તથા આપના જ્ઞાનાતિશયવડે દેહથી ભિન્ન એવા શુદ્ધ આત્મસ્વરૂપનું જ્ઞાન પણ અમને થઈ શકે છે. તેમજ આપના પૂજાતિશય વડે અમે પણ અમારા પૂજ્ય પરમ શુદ્ધ સહજાત્મસ્વરૂપને પામી શકીએ છીએ. એવા આપના અદ્ભુત અતિશયો છે. તથા દેવકૃત અષ્ટ મહાપ્રાતિહાર્યાદિક બાહ્યરિદ્ધિ તથા અંતરંગ કેવળજ્ઞાનદર્શનાદિક ભાવરિદ્ધિ પણ આપની પાસે છે.
આપ શુદ્ધ આત્મસ્વરૂપના પ્રકાશ કરવાવાળા છો. આત્માની સંપૂર્ણપણે સહજ એટલે સ્વાભાવિક શુદ્ધ આત્મસમૃદ્ધિને આપે પ્રાપ્ત કરી છે; જેનો હવે કોઈ કાળે નાશ થનાર નથી. માટે હે અનિલનાથ પ્રભુ! તે આત્મરિદ્ધિને પામવા અમે પણ આપની સેવા કરીએ અર્થાત્ આપની આજ્ઞા ઉઠાવીએ.
અમારા જેવા અનાથોને શરણ આપી સંસારના સર્વ દુઃખોથી છોડાવનાર હોવાથી આપ જ અમારા ખરેખરા નાથ છો. આપના જેવો, ઉર્ધ્વ મધ્ય કે અધો ત્રણે લોકમાં બીજો કોઈ ઉપકારી નથી. માટે હે પ્રભુજી ! અમારા જેવા થોકબંધ ભવિજનોને આપ જ એક ૫૨મ આધારરૂપ છો. માટે અમે સદા આપ પ્રભુજીની જ સેવા કરીએ. ॥૧॥
પરકારજ કરતા નહીં રે, સેવ્યા પાર ન હેત;
જે સેવે તન્મય થઈ રે, તે લહે શિવસંકેત. અ૨
સંક્ષેપાર્થ ઃ- આપ પર એવા ચેતન કે અચેતન દ્રવ્યના કર્તા નથી. પર
-
૧૯૬
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જીવ કે પર પુદ્ગલ કાર્યના આપ કર્તા થતા નથી. જે આપને સેવે તેને પણ આપ હેત એટલે પ્રેમપૂર્વક હાથ ઝાલીને કંઈ પાર ઉતારતા નથી. છતાં પણ આપને જે તન્મયપણે સેવે છે અર્થાત્ આપની આજ્ઞાને દૃઢપણે જે ઉપાસે છે, તે સહેજે શિવ એટલે મોક્ષના શાશ્વત સુખરૂપ ફળના ભોક્તા થાય છે. એ વાત સુનિશ્ચિત છે. માટે શ્રી અનિલ પ્રભુની સદા સેવા કરવા યોગ્ય છે. રા
કરતા નિજ ગુણ વૃત્તિતા રે, ગુણ પરિણતિ ઉપભોગ; નિપ્રયાસગુણ વર્તતા ૨ે, નિત્ય સકલ ઉપયોગ. અ૩ સંક્ષેપાર્થ :— હે પ્રભુ ! આપ હમેશાં સર્વ સમયે નિજઆત્મગુણ વૃત્તિના કર્તા છો, તથા સ્વઆત્મગુણ પરિણતિના જ સદૈવ ભોક્તા છો. તેનો જ હમેશાં
-
ઉપભોગ કરો છો.
નિષ્પ્રયાસગુણ એટલે વિના પ્રયત્ને સહેજે આપના ગુણોની વર્તના થયા કરે છે. તથા આપનો સકલ જ્ઞાનોપયોગ સદા નિત્યપણે અખંડ છે. એવા અનિલપ્રભુની સદા આજ્ઞા ઉઠાવવા યોગ્ય છે. IIII
સેવ ભક્તિ ભોગી નહીં રે, ન કરે પરનો સહાય;
તુજ ગુણરંગી ભક્તના રે, સહેજે કારજ થાય. અજ
-
સંક્ષેપાર્થ ઃ— જે ભવ્યાત્મા આપની સેવા કરે, આજ્ઞા ઉઠાવે, આપની ભક્તિ કરે; તે સેવા ભક્તિના આપ ભોગી નથી અર્થાત્ ભોક્તા નથી; તેમજ પર એવા ચેતન કે અચેતન દ્રવ્યના પણ આપ સહાય કરવાવાળા નથી. છતાં જે પ્રાણી આપના જ્ઞાનાદિક ગુણોમાં રંગાઈ આપની આજ્ઞા ઉઠાવે છે તે ભક્તાત્માના કાર્યો સહેજે સિદ્ધ થાય છે. માટે અનિલપ્રભની હે ભવ્યો! તમે જરૂર સેવા કરો.
॥૪॥
કિરિયા કારણ કાર્યતા રે, એક સમય સ્વાધીન;
વરતે પ્રતિગુણ સર્વદા રે, તસુ અનુભવ લયલીન. અન્ય
:
સંક્ષેપાર્થ ઃ— હે પ્રભુ ! આપના પ્રત્યેક ગુણોના કાર્યની ક્રિયાનું કારણ અને કાર્યપણું પ્રતિસમયે હમેશાં આપને સ્વાધીન વર્તે છે; અને આપ તો આત્મગુણોના અનુભવ રસાસ્વાદમાં સદા લયલીન રહો છો. એવા અનિલપ્રભુની હે ભવ્યો ! તમે સદા સર્વદા સેવા કરો. IIII
શાયક લોકાલોકના રે, અનિલપ્રભુ જિનરાય; નિત્યાનંદમયી સદા રે, દેવચંદ્ર સુખદાય. અબ્દુ