________________
(૧૮) શ્રી યશોધર જિન સ્તવન
૨૦૧
આજ હો લાખીણી લાડી મુગતિ તે મેલશેજી. ૫
સંક્ષેપાર્થ :– ધર્મરૂપી યૌવન અવસ્થામાં નવરંગ કહેતા સર્વ પ્રકારે આનંદનો રંગ પુરનાર તે સમકિત છે. તે ચંગ કહેતા શુદ્ધ સમકિતને હું પામ્યો છું. માટે આજ-કાલમાં લાખીણી લાડી એવી મુક્તિરૂપી સ્ત્રીનો પ્રભુ મને મેળાપ કરાવશે. ।।૫।।
ચરણ ધર્મ અવદાત, તે કન્યાનો તાત;
આજ હો માહરા રે પ્રભુજીને, તે છે વશ સદાજી. ૬
સંક્ષેપાર્થ :– અવદાત એટલે નિર્મળ એવો ચરણ ધર્મ કહેતા ચારિત્ર ધર્મ તે મુક્તિરૂપી કન્યાનો પિતા છે. તે ચારિત્ર ધર્મ વડે મુક્તિરૂપી કન્યાનો જન્મ થયેલ છે. તે ચારિત્રધર્મરૂપ પિતા તો મારા પ્રભુજીને સદા વશમાં છે. માટે જરૂર મને મુક્તિરૂપી કન્યા સાથે મેળાપ કરાવશે. ।।૬।।
શ્રી નયવિજય સુશિષ્ય, યશ કહે સુણો જગદીશ;
આજ હો તારો રે હું સેવક, દેવ કરો દયાજી. ૭ સંક્ષેપાર્થ :– શ્રી નયવિજયજીના સુશિષ્ય એવા શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે જગદીશ્વર ! મારી આ વાત આપ ધ્યાનથી સાંભળો. કેમકે હું પણ આજે તમારો સેવક છું. તો હે દેવ ! દયા કરીને મને મુક્તિરૂપી લાખીણી લાડી સાથે જરૂર મેળાપ કરાવી દો. જેથી હું શાશ્વત સુખ શાંતિને પામી સર્વથા નિર્ભય થઈ જાઉં. IIના
(૧૮) શ્રી અરનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી
(પ્રથમ ગોવાળ તણી—એ દેશી)
અરરિજન દરિશન દીજિયેજી, ભવિકકમળ વનસૂર; મન તરસે મળવા ઘણુંજી, તુમે તો જઈ રહ્યા દૂર. સોભાગી, તુમશું મુજ મન નેહ. તુમશું મુજ મન નેહલોજી, જિમ બપઈયાં મેહ. સો૧ સંક્ષેપાર્થ :— હે અ૨નાથ પ્રભુ ! આપ મને પ્રત્યક્ષ દર્શન આપો. કેમકે
૨૦૨
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ભવિક જીવોરૂપી કમળવનને વિકસાવવા માટે આપ સૂર્ય સમાન છો. આપને મળવા માટે મારું મન ઘણું તળશી રહ્યું છે. તમે તો ઘણા દૂર મોક્ષમાં જઈને વિરાજ્યા છો. પણ હે સોભાગી જિન ! તમારા સાથે મારા મનને ઘણો સ્નેહ છે. તમારા સાથે મારો સ્નેહ કેવો છે? તો કે જેમ બપઈયા એટલે ચાતકપક્ષીને મેહ કહેતા ભરેલા વાદળા સાથે જેવો પ્રેમ છે તેવો છે. ।।૧।।
આવાગમન પથિક તણુંજી, નહિ શિવનગર નિવેશ; કાગળ કુણ હાથે લિખુંજી, કોણ કહે સંદેશ, સોર સંક્ષેપાર્થ :- આપ જ્યાં વિરાજો છો તે શિવનગરમાં તો પથિક કહેતા મુસાફરના આવાગમનનો નિવેશ કહેતા પ્રવેશ પણ નથી. આપને કાગળ પણ કયા હાથે લખું કે જેથી મારો સંદેશ તમને પહોંચે. મારો સંદેશ આપને પહોંચાડનાર કોઈ જણાતું નથી. છતાં પણ હે સોભાગી જિન ! મારી પ્રીતિ આપની સાથે ઘણી જ છે. રા
જો સેવક સંભારશોજી, અંતરયામી રે આપ; યશ કહે તો મુજ મન તણોજી, ટળશે સઘળો સંતાપ.સો૩ સંક્ષેપાર્થ ઃ— હે પ્રભુ ! આપ તો અંતરયામી છો માટે આ સેવકને ત્યાં
રહ્યાં રહ્યાં પણ સંભારશો અર્થાત્ મારી સંભાળ લેશો તો શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મારા મનનો સઘળો ત્રિવિધતાપરૂપ સંતાપ નાશ પામી જશે એમ મને પૂર્ણ ખાત્રી છે. માટે ત્યાં રહ્યાં રહ્યાં પણ દયા વરસાવીને આ પામરની સંભાળ લ્યો. III)
(૧૮) શ્રી યશોઘર જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી
(રાળ માણ—એ દેશી)
વદન ૫૨ વા૨ી હો યશોધર, વદન ૫૨ વારી,
મોહરહિત મોહન જયાકો, ઉપશમ રસ ક્યારી. હો. ય૧ સંક્ષેપાર્થ :– હે યશોધર પ્રભુ! હું આપના શરદપૂર્ણિમાના ચંદ્રમા
સમાન વદન એટલે મુખકમળ ઉપર વારી જાઉં છું, બલિહારી જાઉં છું, ન્યોછાવર