________________
૮૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
૦ સિદ્ધના જે લેકના અગ્ર ભાગે રહે છે તેઓને અનંત દર્શન– અનંત જ્ઞાન–અનંત ચારિત્ર-અનંત સુખ વગેરે હોવાથી તેમને કરેલ નમરકાર સર્વ પાપનો નાશ કરે છે.
૦ આચાર્યો પાંચ પ્રકારના આચારને પાળે પળાવે છે. છત્રીશ ગુણના ધારક છે માટે તેમને કરેલા નમસ્કાર સર્વપાપને નાશ કરાવનાર છે.
૦ ઉપાધ્યાય દ્વાદશાંગીના ધારક છે. તેને નિત્ય સ્વાધ્યાય કરે છે. ભણાવે છે માટે તેને કરેલ નમસ્કાર પણ સર્વ પાપ નાશ કરાવનાર થાય છે.
૦ સાધુઓ નિવણને સાધનારા છે. મન-વચન-કાયાનાં વેગને તે સાધી રહ્યા છે. સર્વ પ્રાણી પ્રત્યે સમભાવ રાખે છે માટે તેને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરે છે.
આ રીતે પાંચે પરમેષ્ઠીને કરેલ નમસ્કાર સર્વ પાપ નાશ કરનાય છે અને સર્વ મંગલમાં પ્રથમ મંગલ રૂપ છે.
આ મંત્રને એકાગ્ર ચિત્તથી જાપ કરી એક લાખ નવકાર ગણનાર સર્વ પ્રકારની સંપત્તિ પામે છે.
આ રીતે ગુરુ મુખે નમસ્કાર માહાસ્ય સાંભળી શ્રી દેવરાજાએ શઠતા રહિત–સરળ શિરે દુઃખનાશક એવા તે મંત્રને વિધિપૂર્વક ભ–શીખ્યો.
પછી મુનિરાજે ક હે રાજન ! તું જે આ જિન ત્યને જુએ છે, તેની વાત સાંભળીને નવકારને વિશે તારી શ્રદ્ધાને દઢ કર.
સૌધર્મ નામે દેવકમાં હેમપ્રભ નામે દેવ હતો. તેણે કદી કઈ કેવલને નમસ્કાર કરીને પૂછ્યું કે મને બધિલાભ થશે કે નહી ?
કેવળી ભગવતે જણાવ્યું તું અહીંથી ચ્યવને વાનર થઈશ. તે ભવમાં તને કષ્ટ કરીને બોધિ લાભ થશે. આ પ્રમાણે સાંભળી તે દેવે પિતાને પ્રતિબંધ થવા માટે અરણ્યની દરેકે દરેક શિલા પર સ્વર્ગ અને મોક્ષના સુખના સાક્ષી ભૂત એવા અડસઠ (૬૮) અક્ષરવાળા નવકાર મંત્રના પદે કે તર્યો.