________________
સર્વ મંગલમાં પહેલું મંગલ
पंच नमुक्कारो-सव्य पावप्पणासणो-मंगलाण च सव्वेसिं-पटमं हवइ પા એ ચારે ચૂલિકા પદે સ્થાપવા. તેને કમળ બંધ સમરણ કહેવાય છે. નમસ્કારના જાપ માટે આગળ સૂચન કરે કે
संकुलाद् विजने भव्यः सशब्दात मौनवान् शुभः
મનના માનસ: શ્રેટ વાપ: 2 પર: પાક જાપ ઘણાં માણસ વચ્ચે બેસીને કરવા કરતાં એકાંતે કરે સારે, બોલવા કરતા મન જાપ શુભ છે, મૌન જાપ કરતાં પણ માનસ જાપ શ્રેષ્ઠ છે. એમ એક પછી એક અધિક ફળદાયી છે.
છેવટે તે આ બધી વાત કરતાં પણ શ્રી નવકાર જપો મનરંગે તે યાદ રાખવા લાયક કે આદરવા લાયક છે.
નમસ્કારના મંત્રના પ્રભાવે શ્રી દેવ નામક રાજા જગતને આશ્ચર્ય કરનારી સામ્રાજ્ય લક્ષમીને પામ્યા.
ભરત ક્ષેત્રમાં કપિલ્યપુર નગરમાં શ્રી હર્ષ નામે રાજા રાજ્ય કરતા. તેને શ્રી દેવ નામે કુંવર. એક વખત રાત્રે ચંદ્રને અસ્ત પામતો જોઈને વૈરાગ્યથી રજિત થયેલા શ્રી હર્ષ રાજાએ શ્રી દેવ પુત્રને રાજ્ય સિંહાસને સ્થાપી કહ્યું, “તારે હંમેશાં પંચ નમસ્કારનું ધ્યાન ધરવું – ધર્મ વિશે જ બુદ્ધિ રાખવી.”
શ્રી દેવ રાજા મેટી ઋદ્ધિએ કરીને ભતે પૃથ્વીનું પાલન કરી રહ્યો છે. પણ એક વખત કામરૂપ નગરમાં યુદ્ધ માટે ગયેલો રાજા પરાજિત થઈ જીવ લઈ નાસતા ફરતાં અરણ્યમાં આવી પડશે. ત્યાં કેઈ ભિલે તેને જળપાન કરાવ્યું. આગળ ફરતાં વનમાં મુનિને જોઈને હર્ષ પૂર્વક નમસ્કાર કર્યો. ત્યાં મુનિએ તેને શ્રાવક ધર્મ બતાવ્યા.
સુખ ઉછરેલ રાજાએ વિનંતી કરી કે આપ મને સુખેથી થઈ શકે તે શ્રાવક ધર્મ બતાવે. મુનિરાજે તેને નમસ્કાર મંત્રની મહત્તા દર્શાવતા કહ્યું કે હે ભદ્ર પંચ પછી નમસ્કાર સર્વકાર્યની સિદ્ધિ કરવામાં અદ્વિતીય સાધન છે.
જિનેશ્વર નમસ્કારને લાયક છે. તેમને થયેલ નમસ્કાર હજાર ભવથી મુક્તિ કરાવે છે અને ભાવથી થયેલે નમસ્કાર બોધિને પ્રાપ્ત કરાવનાર છે. સર્વ મ ગલમાં પ્રથમ મંગલ છે.