________________
સર્વ મંગલમાં પહેલું મંગલ
૮૯ દેવ આયુ પૂર્ણ થતાં તે વાનર થયો. વાનને નવકારના પદે ઈજોઈને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તેથી અનુક્રમે વૈરાગ્ય પૂર્વક સમક્તિ પામી તેણે તત્કાળ અનશન કર્યું. ત્યાંથી મરીને ફરી સીધમ દેવલોકે દેવતા થયો. અને તેણે શાંતિનાથ જિનેશ્વરનું આ ચૈત્ય કરાવ્યું.
માટે હે રાજન તું પણ ત્યાં જઈને મહામંત્રનો જાપ કર.
ગુરુ મુખે આ પ્રમાણે સાંભળી શ્રી દેવ રાજાએ તે ચૈત્યમાં જઈ વિધિપૂર્વક એક લાખ નવકાર મંત્રના જાપનો આરંભ કર્યો. ત્યારે આસપાસના વ્યંતરાદિકે અનેક ઉપસર્ગો કર્યા, છતાં જાપ પૂર્ણ થતાં સુધી તેણે આ બધું સમભાવે સહન કર્યું. ત્યારે હેમપ્રભ દેવે આવીને કહ્યું કે હે રાજા તે એકાગ્ર ચિત્તો જાપ કર્યો છે તે તું આ પૃથ્વી ઉપર મહારાજા થઈશ. આમ કહી તે દેવ, શ્રી દેવરાજાને કાંપિલ્યપુર નગરે લઈ જઈ તેને રાજ્ય પરા સ્થાપન કર્યો.
દેવરાજા ત્યાંથી મહેન્દ્ર દેવલોકમાં ગયે ત્રીજે ભવે મોક્ષ પામશે. ઈહ ભવ સર્વ કુશલ મન વાંછિત પરભવ સુખ ભરપુર
- શ્રીનવકાર જપ મન રંગે – શ્રીમદ યવિજયજી મહારાજાએ પંચ પરમેષ્ટી ગીતામાં નમસ્કારનો મહિમા અનેક પ્રકારે વર્ણવ્યો. પણ ઉપસંહાર કરતાં જણાવ્યું કે
રતન તણી જિમ પેટી, ભાર અલ્પ બહુમૂલ્ય ચૌદ પુરવનો સાર છે મંત્ર એ નેહને તુલ્ય સકલ સમય અત્યંતર એ પદ પંચ પ્રમાણે
મહમુઅ બંધ તે જાણે ચૂલા સહિત સુજાણ રત્નની પેટીનું પોતાનું વજન થોડું અને મુલ્ય ઘણું હોય છે. તે રીતે પંચ પરમેષ્ઠીને નમવારૂપ નમસ્કાર મંત્ર વજનમાં--અક્ષરોમાં પ્રમાણથી બહુ નાની, માત્ર ૬૮ અક્ષર પ્રમાણે જ છે. પણ તેનું મૂલ્યફળ ઘણું જ છે. તે ચૌદ પુરવના સારરૂપ છે.
નમસ્કારના પાંચ પદે જેમ તલમાં તેલ રહે કે કમલમાં મકરંદ રહે તેમ બધાં આગમમાં વ્યાપીને રહેલા છે.
ત્રિશુદ્ધિ વડે શ્રી નમસ્કાર મહામંત્રનું એક આઠ વખત દયાન કરનાર મુનિ, ખાવા છતાં ઉપવાસના ફળને પામે છે. યેગી પુરુષો આ જ મંત્રનું સમ્યગ રીતીએ આશધન કરીને પરમ લક્ષ્મીને પામી