________________
૮૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
દેવ કહે પૂર્વે હું બ્રહ્મર્ષિ હતે ઘણું પાપમય શાસ્ત્ર પ્રરૂપી નરકે ગયો. ત્યાંથી પાંચ ભવ બકરા-ઘેટાના થયા. હું યજ્ઞમાં હોમાયે. એટલે આ ચારુદત્તે મને નવકાર સંભળાવ્યું અને હું દેવ થયે છું.
આ હકીકત સાંભળી વૈરાગ્યવંત બનેલા ચારુદત્તે દીક્ષા ગ્રહણ કરી. તે પણ નવકાર મંત્રનું નિત્ય સ્મરણ કરતો સ્વર્ગ સંચર્યો.
સર્વ મંત્ર શીરોમણી નવકાર મંત્ર માટે પદ્યરાજ ગણીજી મહારાજા તે લખે જ છે કે
સવ મંગલમાં પહેલું મંગલ જપતાં જય જયકાર પણ આ બાંયધારી શ્રી નવકાર મંત્રમાં પણ આપી દીધી.
मंगलाणं च सव्वेसिं पढम हवइ मंगलं સર્વ મંગલમાં પ્રકૃષ્ટ એવા મંગલની તમે પણ નિત્ય આરાધના કરો. ભવ પાર કરાવી શકે તેવા આ મંત્ર માટે કશું દુષ્કર નથી. માત્ર જરૂર છે ભાવ અને શ્રદ્ધાપૂર્વકના નમસ્કારની.
પ્રશ્ન :- અનંતી વખત ઓછા મુહપત્તિ લીધાં ત્યારે ભાવ મંગલ નહીં કર્યું હોય? છતાં અસંખ્યાતી વખત જીવ પડી જાય, અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી રખડે. ચૌદ પૂર્વી જેવા જ્ઞાતા પણ નિગોદમાં ચાલ્યા જાય તે પછી આ નવકારરૂપ ભાવ મંગલને અર્થ શું?
સમાધાન - સનેપાતમાં પડેલ મુખ અને વિદ્વાન સનેપાત [એક પ્રકારનું ગાંડપણ ઉપડે ત્યારે બે ય સરખા જ લાગે. પણ સને પાત ખસી જાય [ગાંડપણ મટી જાય ત્યારે મુખ હશે તે મુખ જ રહેવાને અને વિદ્વાન હશે તે ફરી વિદ્વાન તરીકે વર્તવાને.
એ જ રીતે ઉંઘતા તે બધાં જ સરખાં લાગે, પણ ઉંઘ ઉડે યાને જાગી જાય પછી ગાંડા અને ડાહ્યામાં કંઈ ફેર ખરો કે નહીં?
તે રીતે એક જીવ ધર્મ પામીને નિગદમાં ગયે અને બીજે જીવ ધર્મ પામ્યા વિનાને નિગોદમાં ભટકતા હોય તે બંને જીવ નિદ અવસ્થામાં તે સરખાં જ લાગવાના. પણ ધર્મ પામીને રહેલે હશે તે નિગોદમાંથી નીકળવાને અને જરૂર નીકળવાને.
ભાવ મંગલ આ જીવે અનંતી વેળા ન કર્યું એમ નહીં પણ તેમાં