________________
સર્વ મંગલમાં પહેલું મંગલ
૮૩
હવે માત્ર એક ફૂલની માળા ઓરડા જઈને બહાર લાવવી તેમાં નવકારને સંબંધ શું ?
કથાનું તાત્પર્ય એ જ છે કે ઘરના કે દુકાનના ગમે તે કાર્યમાં ગુંથાયેલા છે પણ ચિત્ત તો નવકારમાં જ રહેવું જોઈએ.
શ્રીમતી એ વિચાર્યું કેટલું ? ઓરડામાં અંધારું છે, વખત છે ને આયુષ્ય પૂર્ણ થઈ જાય અને મન કાંક બીજે લાગેલું હોય તો જીવન બગડેને? આવું ન થાય માટે નવકારનું મારણ કર્યું. ઘડામાં રાખેલા સપ જેને માટે ફૂલની માળા બની ગયે તેને માટે નવકાર પઢમં દારૂ
બને કે ન બને?
બાકી તરસ લાગે ત્યારે કુવો ખોદવા જવું અને પક્ષે કંપની વાત કરવી તેનો અર્થ શો ?
ચંપાનગરમાં ભાનુ છેદીને ચારુદત્ત નામે પુત્ર હતા. ચૌવન વયે તેને ચોગ્ય કન્યા સાથે પરણાવ્યો. પણ વૈરાગ્યથી, વિષચ વિરક્ત હોવાથી તેને ચાતુર્ય શીખવવા ગણિકા પાસે મોકલ્યો.
વે પર ધીમેધીમે આસક્ત બનેલ ચારુદત્ત બાર વર્ષ વેશ્યાને ત્યાં જ રહેં. ભાનુશ્રષ્ઠી ને અંત સમય આવ્યા. ત્યારે પિતાએ કહ્યું સંકટ સમયે નવકાર મંત્રને જરૂર સંભારજે-રોજ પણ સ્મરણ કરજે,
પિતાના મૃત્યુ બાદ સર્વ લક્ષ્મી ચાલી ગઈ, સ્ત્રી પીયર ગઈ, વેશ્યાએ ઘરમાંથી કાઢી મુક, અને કોઈ યોગીએ પોતાના સ્વાર્થ માટે તેને કુવામાં નાખી દીધો.
ત્રીજે દિવસે ચંદન ઘો ત્યાં રસ પીવા આવી. તેનું પૂછડું પકડી સુધાતુર ચારુદત્ત બહાર નીકળ્યો. ત્યાં બીજે યુવાન મળતાં બે ઘેટા લીધાં, સુવર્ણ દ્વિપ જવા નીકળ્યા. પેલા યુવાને ઘેટા મારી નાખ્યા. પણ બીજે ઘેટે મારતાં જોઈ ચારુદત્તને અત્યંત અનુકંપા ઉપજી. તેણે મરતાં ઘેટાને નવકાર સંભળાવ્યા,
બને જણાએ ઘેટાની ચામડાની ધમણ પહેરી, ભાખંડ પક્ષી માંસના લેભે આવ્યું. બન્ને સાથે ઉડયા. પણ રસ્તામાં ચારુદત્ત વાળી ધમણ પડી ગઈ. ત્યાં ભટકતા તેને ચારણ મુનિ મળ્યા. ચારુદ તેની વીતક વર્ણવી, ત્યાં કેઈ દેવે આવી તેને વંદન કર્યા, પછી મુનિને વંદન કર્યું.