________________
૭૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ લોહખુર ચોરને નવકાર મંત્રના પ્રભાવે શૂળીથી સીધે સ્વર્ગને માર્ગ ખુલે થયે માટે જ કહ્યું છે કે
एसो पंच नमुक्कारो सव्वपावप्पणासणो શ્રી પદ્મરાજ ગણીજીમહારાજ જણાવે છે કે
સંપૂર્ણ પણસય સાગરના પાતક જાયે દૂર ઈહિ ભવ સર્વ કુશલ મન વંછિત પરભવ સુખ ભરપુર
શ્રી નવકાર જપ મને રંગે પંચ પરમેષ્ઠીની આવી ઉત્તમતા જાણી જૈન શાસનના સર્વ ક્ષેત્રસર્વ કાળના છત્ર સમ જાણી ગણધર ભગવંતે એ શ્રી ભગવતીજી સૂત્રના આરંભે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યા માટે તમે પણ
નમે તેહને પાપના નાશ માટે પ્રશ્ન :- નનું ચર્થ સક્ષેપે નમસ્કાર....
જે સંક્ષેપમાં નમસ્કાર કરવો હોય તો સિદ્ધ અને સાધુને નમસ્કાર કરતાં દેવ ગુરુનું ગ્રહણ થઈ જ જાય છે. અને જે વિથ વિ7Rા તદા વિસ્તારથી નમસ્કાર કરવો હોય તો ઋષભદેવ વગેરે બધાંના નામે લેવા જોઈએ.
સમાધાન – ટીકાકાર સમાધાન આપતાં લખે કે નૈવ – તમારી વાત બરાબર નથી. જેમ માણસ માત્રને નમસ્કાર કરવાથી રાજા વગેરેના નમસ્કારનું ફળ મળતું નથી. તેમ સાધુ માત્રને નમસ્કાર કરવાથી
અરિહંતાદ ના નમસ્કારનું ફળ મળતું નથી. - તેથી આ નમસ્કાર વિશેષ પ્રકારે એટલે કે ભિન્ન ભિન્ન પદને ધારણ કરનાર પદનું નામ લઈને કરવી જોઈએ. પરંતુ જુદા જુદા ભગવે તેનું નામ લઈને કરવાની જરૂર નથી. એમ કરવું શક્ય પણ નથી. આ રીતે પાંચ પદે ચરિતાર્થ છે.
બીજે પંચ પરમેષ્ઠીના નમસ્કારમાં એક વધારાની વાત જણાવી કે સિદ્ધ–આચાર્ય–ઉપાધ્યાય કે સાધુ ચારે પદેને નમસ્કાર કર્યો પણ આ ચારે પદો તે દરેક મત–માં લાગુ પડે છે. તે પછી પંચ પરમેષ્ઠી તરીકે જૈન મતના જ સિદ્ધ–આચાર્ય–ઉપાધ્યાય સાધુ લેવા તે કેમ નક્કી થાય?