________________
નમે તેને પાપના નાશ માટે
99
અને ઘર બંને ગયા. રાજાજ્ઞાથી સુભટોએ ચોરને નગરમાં ફેરવી શૂળીએ ચડાવ્યા. - જિનદત્ત શ્રેષ્ઠીએ સુડીએ લટકેલા આકંદ કતા ચેરને કહ્યું, હે ચેર ! પાપ રૂપી વૃક્ષનું આ ભવમાં ફળો તને વધ-બંધન રૂપ મળી ગયું, પણ પરલોકમાં નરક ગતિની વેદના રૂપ ફળે પણ તને મળશે. તેથી અંતકાળે પણ તું ચોરી ન કરવાના વ્રતને ગ્રહણ કર.
ચોર કહે શેઠ, શીયાળ મારા પગ ખાઈ ગયા છે. કાગડાઓએ મારું મસ્તક ઠેલી નાખ્યું છે. કૃપા કરી પહેલાં અને પાણી આપો.
શેઠે રાજ્ય વિરુદ્ધની વાત જાણે પેલા મૌન ધારણ કર્યું. પછી ચોરને સલાહ આપી, હે ભદ્ર! હું જળ લાવું છું પણ તું પહેલાં તા. આ ભવના પાપની આલોચના કર. કેમકે હવે તું જીવવાનો નથી, ચિરે પણ પોતાના પાપ પ્રગટ કર્યા. શેઠે તેને ચોરી ન કરવા સહિત બધાં પચ્ચકખાણ કરાવ્યા. પછી કહ્યું કે તું સર્વ પાપોમાંથી મુક્ત કરાવનાર નવકાર મંત્રનું સ્મરણ કર, ત્યાં હું જલ લાવું છું
ચોરે પૂછ્યું. અરે કૃપાનિધિ શું નવકાર ગણવાથી મારા પાપ ચાલ્યા જશે ? શ્રેષ્ઠી કહે જરૂર નાશ પામશે. શ્રેષ્ઠી જલ લેવા ગયા. ચોર સમાધિધૂર્વક મૃત્યુ પામ્યા. સૌધર્મ દેવલેકે દેવતા થયે. - જિનદત્ત શ્રેષ્ઠી જલ લાવ્યા. ત્યાં તે ચોરને મૃત્યુ પ્રાપ્ત થઈ ગયેલું. તે જાણી શેઠે વિચાર્યું કે મારુ કૃત્ય રાજ્ય વિરુદ્ધનું છે. એટલે શેઠ શકાવતાર ચૈત્યમાં જઈને કાર્યોત્સર્ગો ઉભા રહ્યા. - રાજાના ગુપ્તચર સુભટો એ રાજાને ખબર આપ્યા. રાજાની આજ્ઞા થતાં તેઓ શેઠને વિડંબના કરવા લાગ્યા. લેહખુરને અવધિજ્ઞાન વડે આ વાત ખબર પડી.
મારા ધર્મગુરુની આ દશા ! જેમણે શીખવેલ નવકારમંત્રના પ્રભાવે નરકગામી એવો હું સ્વર્ગે આવ્યા. તેમની આ દશા?
દેવ બનેલે ચાર એક પ્રાતિહારને વેશ લઈને આવ્યા. દંડાધાન વડે સર્વ સુભટને મૂર્શિત કર્યા. આ હકીકત સાંભળી રાજા ત્યાં ચતુરંગી સેના લઈને આવ્યો. નગરના રાજા સિવાય સર્વેને પાડી દીધા. રાજા અને મંત્રીએ હાથ જોડીને ક્ષમા માંગી. ત્યારે દેવે તેને સર્વ વૃત્તાંત કહ્યો.