________________
નમ તેહને પાપના નાશ માટે
૭૩. નારણ દેવજીના મનમાં લોહી બંબોળ એવું પાડાનું માથું તરફડવા લાગ્યું, માથામાં ધું બા માર્યા. નારણ જુલમ કર્યો નારણ! પેટને માટે આ ગેઝારો ધંધો–પાપી પેટ માટે-અરેરે આજ સુધીમાં કેટલા જવના માથા ઉતરી ગયા હશે નારણ! મનોમન વલોપાત વધી ગો. કેટલી પેઢી ડુબશે તારી નારણ? આમ વલખાં મારતે પાપના ભારથી બેભાન થઈ ઢળી પડો જમીન ઉપર.
ભાનમાં આવ્યો ત્યારે પત્ની કહે ભગત શું થયું ? લુહારે ઘડી પહેલાંની પાડાની કરપીણ હત્યાની વાત સંભળાવી. નારણની આંખમાં આંસુની ધાર આવી ગઈ. હાથમાં પાણી લીધું. લુહારની કેટયમાં જઈ ભગવાનને નમસ્કાર કરી અંજલી મુકી કે હવે કોઈ દી હું તલવાર જમૈયો છરી, કટારી, કુહાડી જેવા લડાઈના હિંસક હથીયાર બનાવીશ નહીં. હે ભગવાન! ખેતીના ઉપયોગના અને જેનાથી જીવાત મરે તેવા પાવડા, કેશ, રાંપ કે ગાડાના પૈડા પણ નહીં બનાવું.
ઘરવાળી પણ હાથ મુકીને સંમતિ દે છે. ભગવાનને માથું નમાવ્યું તો જરૂર આપણી ભેટ કરશે. પણ આ પાપની પ્રતિજ્ઞા તોડશો નહીં નારણને લુગડે થીગડાં મારવાનો વખત આવ્યા. પૈસા ખુટી ગયા. લે કે નીંદા કરે છે જેમ તેમ બોલે છે. એક વખત મન ડગી ગયું પણ પત્નીએ શાંત કર્યો.
શેરીમાં ઝાંઝ પખાજના અવાજ સંભળાયા, કીર્તન ગવાય છે. નારણ ભગત હળવે રહીને જુએ તે સંત આપા દાના. નારણે નિઃશ્વાસ મૂક્યો. પોતે સંત આપાદાનાનો સેવક. આપાદાનાને પણ ભગતના ભજન કીર્તન ખૂબ ગમે.
દાના મહારાજે ભગતને યાદ કર્યા. એલો તલવાર વાળ ભગત કયાં? મારાજ ભગત તે બહુ દુખી છે. તેણે પ્રતીજ્ઞા લીધી છે, નાનું જીવ-જંતુ મરે તેવા પણ હિંસક હથીયાર ન ઘડવા. એટલે છેઠેરા ભુખે મરે છે,
દાના મારાજ ખુશ થઈ ગયા. વા ભગત તે તે સતને મારગ લીધે. સામે પગલે દાના મારાજ ચાલ્યા નારણને શાબાશી દેવા. નારણ દેડીને સંતના ચરણે પડી ગયે.