________________
७२
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ છે. તેનું રહસ્ય એ છે કે પાચેને સામુદાયિક નમસ્કાર જેમાં કરવામાં આવ્યો છે એ “નમસ્કારરૂપી શ્રુત સ્કન્ધ સર્વ પાપ નાશ કરનાર છે.
તે દીકુંડલાના લુહાર હિંસક હથિયારો બનાવતા. તલવાર, કટારી, છરી, જમૈયા, કુહાડી વગેરે. કુંડલાને કુવાનું કડક અને ઝેરી પણ આ હથિયાર પીતાં અને એક જ ઘાએ શ્મશાને સળગતાં થઈ જતાં.
દેવજી લુહાર ત્યાં પ્રખ્યાત કારીગર અને બાપથી ચાર ચાસણી ચડે તે કારીગર પાક નારણ લુહાર. નારણ લુહારની ત્રિશુળ છાપ તલવારે તે રાજ રજવાડામાં સોપે પાડી દીધેવા. કરછ-કાઠીયાવાડ અને રાજસ્થાનના ધીંગણમાં એ વખત કુંડલાના તલવારે કેપ ઉતારી નાખતી અને નારણ લુહારને રોજ રજવાડાની વરદીના ઢગ ખડકાતા.
ભાવનગરની આરબ બેરખ જમાદાર અડલમબેગ ખુદ એકવાર વરદી દેવા આવ્યા. નારણ લુહારે પિતાની ઘડેલી ત્રિશુલ છાપ તલવાર નમુના લેખે આપી. આલમબેગ ઉતારે આવ્યો. અલમસ્ત પાડો ખરીદ્યો. ચારે પગ બાંધી આંબલીની ડાળીએ ઉંધો લટકાવ્યા. આલમબેગે ઠેકીને તલવાર ઘા કર્યો. એકજ ઘા એ પાડાનું માથું પાંચ હાથ છેટે પડયું.
કમાલ નારણ! તેરી બી કમાલ. આલમબેગ નાચી ઉઠે. વેપારીની દુકાનેથી પાઘડી ખરીદી અને પિતાના હાથને સેનાનો વેઢ કાઢી નારણ લુહારને ત્યાં પહોંચ્યો. નારણને કહ્યું કે નારણ યે મેરી એર સે તેહફા
નારણ તે જોઈ જ રહ્યો. લે લે નારણ તેરી સમશેર બડી કાતીલ . નારણ કહે હશે પણ હું ભેટ નથી લેતો. કિમત આપી દેજે. ' અરે કિંમત ક્યા નારણ મને એસી સમશેર નહીં દેખી, જીસકે એક ઘાવસે ભેંસ [પાડા] કા માથા ધડસે અલગ હેકર ધરતી પે ગિર પડે.
નારણ બુમ પાડી ઉઠે શું? માથું કપાયું ? પાડાનું? નારણના રોમેરોમ ઉભા થઈ ગયા. ચહેરે એને ઠરેલ કેલસા જેવા થઈ ગયે. જમાદાર આ તમારી ભેટ કઈ ગરીબ ગુરબાને આપી દેજે.