________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
માત્રો સમજી ગયે. આવો જબ્બર બંધાણી બેહાલ ગરાસીયે જ હા, વાત સાચી હતી. પણ કચ્છથી આવતો હતો. જ્યાં રૂડા ઘેડાને જેસાવર કાઠી પાકે, તે ડોલરીયાને વતની. બાર ગામને ભાયતી નળીયા કોઠારને તાલુકાદાર. કરછ ભૂપાલે જાલમસંગનું પરગણું આંચકી લીધેલું. રજપુત પણ લાચારી કરવાને બદલે ગામ છોડી હાલી નીકળ્યો. અબોલ બની માત્રા વરુને ડેલે બેઠા હતા.
માત્રાએ પણ તિરસ્કાર ન કર્યો. હજામત કરાવી. નવડાવ્યા નવા લુગડાં કરાવી દીધા. સાથે બેસાડી જમાડે. જાલમસંગ કાંઈ બેલ નથી. આમને આમ પંદર દિ' વિત્યા. જામલ સંગને શરમ આવતા રજા માંગી માત્ર વરુ કહે ભા” તમે રોટલે ભારે નહીં પડે હો! જામલસંગને ઝળઝળીયા આવી ગયા. માત્રાએ પાશેર અફીણ, દશ રૂપિયા તથા બે જોડ લુગડાં બંધાવ્યા.
બહાર નીકળી વિચાર આવ્યા. ટાંટીયા ધસી મરવા કરતા બહાર વટે ચડવું શું છેટું ? તલવાર તે છે પાસે. ઘેડ હોય તે કામ થાય.
માત્રાએ આપેલી દશ રૂપિયાની ખરચીમાંથી કેદાળી–પાવડો લીધાં. મધરાત થઈ. મન માનતું ન હતું છતાં જામલસંગે વરુ માત્રાના દરબારગઢની ભીતે બે માણકી બંધાતીતી ત્યાં ખાતર પાડયું, ઘેડું નીકળી શકે તેવડું બાકોરું પાડયું. રાતને ત્રીજે પહોરે માત્ર જાગે. માણસને ઉઠાડયા, ચાલો સીમમાં ઢાર હાંકવા.
જાલમસંગને ઠીક લાગ આવ્યો પણ શ્રાવણ માસની મેઘલી રાત, ખૂબ વરસાદ પડેલે, પવનના સુસવાટાથી ઠંડી ટાઢ, ચડી. આખો દેહ થરથર કાપે. ડું અફીણ લીધું પણ ઠંડી ન ઉતરી દરબારગઢમાં ગયે. માત્રાને હોકે પીધે પણ ઠંડી ન જ ઉતરી. એારડામાં નજર ફેરવી, ઢાલીયે દેખાણો. સુંવાળી રેશમી તળાઈ, હુંફાળા ઓઢણા, પ્રજાતે ધ્રુજતો બેહેશ દેહ ત્યાં ડેકાણે. નજીક આવી જુએ તે કોઈ સુતું છે.
જmય કાયા, ઘઉંવર્ણો દેહ, અનેખા તેજ, બાબરીયાણી પડેલી. પણ જાલમસંગને આંખે અંધારા છે. રજપુતની નજર પારકા રૂપ નીરખવાનું શીખી નહોતી. તેનું દાન પોઢનારી કરતાં ખાલી પડેલા પડખાં ઉપર જ હતું. અહીં કાં તે ઘણને કાં તે છોક હોય, પણ મારે જીવતી ગરમી વગર હવે ટાઢ નહીં ઉડે, માટે હે વિશ્વભર તમે સાક્ષી રે બોલી વચ્ચે તલવાર મુકી જાલમસંગે શરીર ઢાળ્યું.