________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
મારે માટે પ્રમાણ છે. આ પ્રમાણે શબ્દોને ભૂલીને પણ મનમાં નમસ્કાર ને ભાવ ધારણ કરી ફસીએ મૃત્યુ પામ્યો અને નરક ગતિને બદલે સ્વર્ગ ગયો.
આ તરફ શેઠે ચાર સાથે વાત કર્યાના સમાચાર ગુપ્તચરો સાથે રાજાને પહોંચી ગયા. શેઠને પણ પકડી લીધા. ફાંસીને હુકમ થયા.
સ્વર્ગમાં ગયેલા ચારના જીવે ઉપગ મુ. શેઠ પર આવી પડેલા કષ્ટ ને જોયું.
મારા ધર્મ માર્ગદર્શકની આ સ્થિતિ. તુરંત નીચે આવ્યો. શીલા વીકુવી, રાજાએ સિંહાસનેથી પાડી દીધે, જે આ શેઠને કંઈ થયું તે હું બધાને લેહી વમતાં કરી દઈશ.
રાજાએ માફી માંગી. દેવે કહ્યું હું જ એ ચોર છું પણ શેઠે છેલ્લે મને નમે અરિહંતાણું શીખવ્યું, તેના પ્રભાવે દેવ થયો છું. આ છે ભાવ નમસ્કારનું ફળ.
હવે જે માત્ર એક પદ શીખવનારને પણ આવા ઉપકારી માનીએ તે દ્વાદશાંગીના પઠક કેટલા ઉપકારી ગણાય? માટે તેને નમસ્કાર કરતાં કહ્યું નમો ઉવઝાય ઉલ્લાસે રે–ભવિકા
બોલ-નમે ઉવન્ઝાયાણું–