________________
પર
અભિનવ ઉપદેશ પ્રાસાદ-3
આજે વીકમશીની નાનકડી વહુ સેનબાઈ માવતરેથી વાઢની શેરડી ખાવા આવેલી. દશ વર્ષને વીકમશી અને આઠ ષષની સનબાઈ, ભેળાં વર-વહુ એકબીજાને આઘેથી જોઈ લેતા સામસામે મીટ માંડતા, નીરખતાં ધરવ ને થાય. ચાર જમણ પછી સોનબાઈ માવતરે જાય ત્યારે વિકમશી ભાદર કાંઠે છાનોમાને રેયા કરતા.
મેટા થયા ત્યારે વીકમશી એક દી બેનને કહે છે. રૂપી તને બહુ હેત છે ને મારા પર – હા ! – તે માને ને બાપુને કહેજે કે મારે પરણવું નથી. રૂપી કહે જા જા ! ઢોંગીલા, એવું તે કહેવાતું હશે! અમ સોનબાઈ જાય ત્યારે આંસુડા પાડે છે.
રૂપી, હસમાં! મારું એટલું વેણ બાપુને કહી દે. મારે નથી પરણવું. આટલું બોલતા તે વીકમશીને ઝળઝળી આવી ગયા.
રોઈ શીદ પડ્યો મારા વીરા. એટલું કહી રૂપીએ પોતાના પાલવે ભાઈના આંસુડા લુછયા. વીઠમશીની આંખના આંસુ વધ્યા, બેન પણ કંઈ સમજ્યા વિના રોવા લાગી. અઢાર વર્ષની ભર જોબન અવસ્થાએ પહોંચેલા દીકરાના વિવાહ માટે બાપ હરખઘેલાં થયે તે ત્યાં રૂપીએ આ વાત કરી.
વિકા! તુંને ઠેકાણું ન ગમતું હોય તે બીજે વેસવાળ કરીએ. ના બાપુ ઈ કારણ નથી. ઝાઝું ન બોલી શક્યા. લગન લેવાણું, સનબાઈ આવી.
અંતર ફાટફાટ થાય છે. મેળાપની મીઠી રાત હતી. મીઠામાં મીઠી પ્રીત હતી,મીઠી ટાઢ પણ હતી. વીકમશી ઓરડે આવ્ય છાનોમાને, સનબાઈએ ધણીના મેં પર પહેલી રાતના તેજ ન દીઠા. બેલાઈ યું, આયર શું થઈ ગ્યું? નાનપણના ઉમળકા ક્યાં ઉડી ગયા ?
વીકમશી ગળગળા થઈ ગે. આયરાણ નજીક આવી–કાંડ ઝાલ્યું. આયરાણી તું મને અડીશ નહીં. હું નકામું છું. પુરૂષમાં નથી. માબાપને ઘણું કહ્યું, પણ ન માન્યા. હવે તું માવતરે જઈ બીજો વિવાહ કરી લે. મેં તને બહુ દુઃખી કરી. અરે! આયર શું બોલે છે તમે? હવે કંઈ નહીં, હરી ભજન કરશું સાથે. “ના ના તારું જીવતર નહી બગાડું.” વિકમશીએ કહ્યું પણ આયરાણીએ પુરૂષનું માથું બળામાં લઈ સુવાડી દીધો, પોતે પણ વિકાર સંકેલી સુઈ ગઈ.