________________
૫૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
અને આ શાસન પાંચમાં આરાના અંત સુધી લઈ જશે કોણ? તે પણ આચર્યો. માટે તેના વિશિષ્ટ ગુણની અપેક્ષાએ તેને તૃતીય પદે નમસ્કાર કર્યા
આચારજ ત્રીજે પદ પ્રણમું ગુણ છત્રીશ નીધાન
પદમ રાજ ગણી મહારાજા શ્રી નવકાર મહામંત્રની સઝાયમાં આચાર્યને નમન કરતાં આ પંક્તિ રચી. પદ્મ વિજયજીએ તેના બીજા ગુણને આશ્રીને ગુણ કીર્તન કર્યું.
શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા રે
તીર્થંકર પરમાતાની ગેરહાજરીમાં તીર્થકરની વાણીની શુદ્ધ પ્રરૂપણા કરે, જાણે ખુદ જિનેશ્વરની જ વાણી હોય તે રીતે રજૂ કરે પણ પિતાના નામે કઈ ભેળસેળ ન કરે.
તેથી જ યશોવિજયજી મહારાજાએ તેને ઉપમા આપી કે જિનેશ્વર રૂપી સૂર્ય અને કેવલી ભગવંત રૂપ ચંદ્ર અસ્ત થયે છતે ફેલાતા ગાઢ અંધકારમાં આચાર્ય ભગવંતે દવા સ્વરૂપ છે-જે આપણને મૂળ પદાર્થોનું દર્શન કરાવે છે.
તેવા આચાર્ય માટે યશોવિજયજી આપણને પૂજાની ઢાળમાં જણાવે છે કે –
તે આચારજ નમિયે નેહશું સૌથી છેલ્લે નવકાર મંત્રના આ તૃતીય પદની વિશેષતા તો નમો કચાળે પદમાં જ ઘુંટાયેલી છે.
જુઓ કયાંય સુધર્મા સ્વામીને નમઃ લખ્યું, પુંડરિક સ્વામિને નમઃ લખ્યું-ના-કેમ ન લખ્યું ? કારણ કે અહીં મારા-તમારા કે આપણું આચાર્યની વાત નથી લેવાની ?
અહીં તે વંદના કરવાની છે. ભૂત-વર્તમાન–ભાવે ત્રણે કાળના આચાર્યોની.
અહીં વંદના છે આચાર્યના ગુણ ધરાવતા તમામ આચાર્યોની. વ્યક્તિને નહીં પદને-ગુણને આશ્રીને બોલે નમો ગાથા.