________________
४८
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ - તે જિનદાસ સમક્ષ આવી તેના ચરણે નમી પડે, પુરુષ! તમે મને ધમ માર્ગમાં સ્થાપન કર્યો તેથી તમે મારા ગુરુ. માટે કંઈક વરદાન માગો.
શ્રેષ્ઠી કહે સર્વ ની હિંસા બંધ કરો. કારણ કે આ તે જિનદાસ હતે. જિનને દાસ, તે જિનેશ્વરે પ્રરૂપેલા અહિંસા માર્ગની જ વાત કરે ને? વ્યંતરે પણ હિંસા કરવી નહીં–કરાવવી નહીં તેમ નિર્ણય કર્યો.
વ્યંતરે કહ્યું છે કે છ ! દેવતાઓ શ્રાવક ધર્મ તે અંગીકાર કરી શકતા નથી પણ તમારા મુખે ઉચારાયેલા નવકાર મંત્રના પ્રભાવે મને સમક્તિ ગુણ ઉદયમાં આવ્યો છે. માટે દરરોજ પ્રભાતે તમારા દર્શને આવી એક પાકું-તાજું ફળ આપી જઈશ.
શ્રેષ્ઠીએ રાજાને ફળ આપ્યું, રાજા કહે ભદ્ર! આ અક્ષત શરીરે ક્યાંથી પાછો આવ્ય જિનદાસ કહે નવકાર મંત્રના પ્રભાવે,
એક વખત તે જિનદાસ શ્રાવક, રાજાને જ્ઞાની આચાર્યના વંદનાર્થે લઈ ગયા. ત્યારે આચાર્ય મહારાજશ્રી એ નવકાર મંત્રનું માહામ્ય વર્ણવતા કહ્યું કે
નવકારને માત્ર એક અફર પણ મન-વચકાયાની શુદ્ધિપૂર્વક ગણે તે સાત સાગરોપમના પાપને હરે છે–નવકારનું એક પદ ૫૦ સાગરોપમના પાપને હરે છે, સમગ્ર નવકાર ૫૦૦ સાગરોપમના પાપને હરે છે.
એક લાખ નવકાર ગણું વિધિપૂર્વક પૂજા કરનાર તીર્થકર નામ ગેત્રને બાંધે છે.
૮ કરોડ–૮ લાખ–૮ હજાર ૮૮૮ નવકાર મંત્ર ગણુનારે ત્રીજે ભવે સિદ્ધિ પદને પામે છે.
એક લાખ નવકાર ગણવાથી સાંસારિક કલેશને નાશ થાય છે.
આ પ્રમાણે નવકાર મંત્રનું ફળ આચાર્ય મહારાજના મુખેથી સાંભળી રાજા શ્રાવક થયે અને નવકારમંત્રના પ્રભાવે સ્વર્ગ સંચર્યો.
જે પ્રાણી નવકાર મંત્ર પદને જાપ કરે છે તે ગુણવંત પ્રાણી વિશ્વને વંદન કરવા ગ્ય બને છે.
સમગ્ર નવકાર મંત્રમાં તૃતીય પદની વિચારણા કરતાં, આચાર્યને નમસ્કાર શા માટે? તેની વિચારણા ચાલે છે. નમસ્કાર મંત્રનું મહત્વ