________________
તે આચર જ નીચે નેહસું
૪૭
મારા ગુરુ [ આચાર્ય ] હોય. તેને નમસ્કાર કરતાં બેલો
તે આચારજ નીચે નેહસું – આચાર્યને નમસ્કાર તેના આ ૩૬ ગુણને કારણે કરવામાં આવે છે. સમગ્ર નવકાર મંત્રમાં પાંચ પરમેષ્ઠિના પ્રણામ પણ ગુણને આશ્રીને જ છે. કારણ કે ગુણની પૂજાને જ અહીં પ્રાધાન્ય છે–વ્યકિત પૂજાને નહીં જે કોઈ ગુણ પૂજાય છે. તે પણ તેના ગુણને આધારે. જેના દર્શન વ્યકિત પૂજાને માનતું નથી, તેથી કરીને નવકાર મંત્ર પણ સર્વ વ્યાપી–સર્વ સ્વીકૃત એ ઉત્તત્તમ મંત્ર છે. - તે દિવસે જિનદાસને જીવતે પાછો આવેલ જોઈ રાજા વગેરે વિસ્મયમાં ગરકાવ થઈ ગયા ત્યારે જિનદાસે શું કહ્યું ?
આ બધે પ્રભાવ નવકાર મંત્રને છે.
ક્ષિત પ્રતિષ્ઠિત નગરમાં એક વખત વર્ષના પુરમાં એક મોટું બીજું તરતું આવ્યું. કેઈ તવૈયા પુરુષે પાણીમાં પડી લઈ લીધું અને તે રાજાને આપ્યું. રાજા હર્ષિત થયો તેણે બીજુ ફળ લાવવા કહ્યું, તે પુરુષ કિનારે કિનારે તપાસ કરે છે. નજીકના લોકોએ કહ્યું છે ભદ્ર પુરુષ ! અહીં ફળ માટે પ્રવેશ કરીશ નહીં જે કોઈ પુરુષ ફળફૂલ માટે અહીં જાય છે, તે ત્યાં જ મૃત્યુ પામે છે. ' લોકોના વચનથી તેણે રાજાને નિવેદન કર્યું. રાજાએ કેટવાલને બોલાવી નગરના સર્વ મનુષ્યના નામની ચિઠ્ઠી કઢાવી, ઘડામાં નાખી તે ચિઠ્ઠિ કુમારિકા પાસે ઉપડાવે, અને જેના નામની ચિઠ્ઠિ નીકળે તેમને ફળ લેવા મેકલે,
રાજાની આજ્ઞા વડે રોજ તેમ થવા લાગ્યું જે નગરજન જાય તે બીજોરુ છેદી પાણીમાં તરતું મુકેને ત્યાંને ત્યાં તે મરણ પામે.
એક વખત જિનદાસ શ્રાવના નામની ચિઠ્ઠિ નીકળી તેણે સ્નાન ન કર્યું, જિનાલયે પૂજા કરી, સ્વજનેને ખમાવ્યા, સાગારી અનશન લીધું,
અરિહંતાદિનું શરણું સ્વીકાર્યું અને વનમાં ગયા. ત્યાં ઊંચે સ્વરે નવકાર મંત્રનું ઉચ્ચારણ કરવા લાગે.
તે અવસરે વનના અધિષ્ઠાયકને થયું કે આવા શબ્દો પૂર્વ મેં સાંભળ્યા છે. જ્ઞાનના ઉપયોગે ખબર પડી કે મેં તે પૂર્વભવે દીક્ષા લીધેલી.