________________
તે આચરજ નમીયે નેહસું
( ૪૫'
પ્રરૂપણ કરતાં હોય (૩) આચાર પાલનની વિધિ બતાવતા હોય–તે આચાર્ય કહેવાય.
માત્ર આચારની પ્રરૂપણાથી આચાર્ય બનતું હોય તે નંદીણને આચાર્ય માનવા પડે.
નદીષેણ મુનિ થયા. “ભેગાવલી કર્મ હજુ બાકી છે.” તેવી આકાશવાણી સાંભળેલી, તેથી બચવા માટે કઠેર તપશ્ચર્યા કરે. તપના પ્રભાવે અનેક લબ્ધિ ઉત્પન્ન થયેલી.
તેઓ એક વખત ભૂલથી કઈ વેશ્યાને ઘેર જઈ ચડયા-ધર્મ લાભ આપ્યો. વેશ્યા બેલી મુનિરાજ અહીં તે અર્થ લાભ છે ધર્મલાભ નથી.
વેશ્યાને મુનિ તરફ જોઈને ચિત્ત ચગડોળે ચડેલું. મુનિએ પણ મદમાં ને મદમાં એક તરણું ખેંચ્યું તે લબ્ધિના પ્રભાવે સેનૈયાની વૃષ્ટિ થઈ. વેશ્યા ધન સંપત્તિ જોઈને ગાંડી બની. મુનિને પણ ભેગાવલી કર્મ યાદ આવ્યું. તેથી વેશ્યાને ત્યાં જ રહી ગયા પણ શરત કરી કે તાશમાં આસક્ત થઈને તારે ત્યાં ઘણાં પુરુષે આવે છે. તેમાંના રોજે રોજ દશ ને હું પ્રતિબંધ કરીશ. દશને ચારિત્ર માર્ગે વાળ્યા પછી તારી સાથે સંબંધ કરવાને.
વેશ્યાને ત્યાં આવનાર પર કોણ અને કેવા હોય? આવા રાગી અને વ્યભિચારીને પ્રતિબંધ કરવાની શક્તિ કેટલી હેવી જોઈએ? વળી તે મુનિને વેશ્યાસક્ત થવા છતાં ચારિત્ર શગ કે જબરજસ્ત હશે. વીતરાગના માર્ગ પર તેની શ્રદ્ધા કેટલી દઢ હશે? ' અરે વેશ છેડ્યા પછી નદીષેણ મહાત્માની જેટલી દઢ શ્રદ્ધા અને પ્રતિબોધક શક્તિ હતી તેટલી આજના યુગમાં વેશ ખેંચી લેવાની વાત કરનારા કેઈમાં પણ નથી. જ્યારે નંદીબેણ તે જ દશને પ્રતિબંધ કરતા અને તે બધાં સીધા દીક્ષામાં. તે પણ એક–એ પ્રસંગે નહી. લાગલગાટ બાર વર્ષ સુધી.
કેટલું સુંદર આચારનું શિક્ષણ આપતાં હશે તેઓ? ચારિત્રને ભાવ જગાડવામાં કેટલી તીવ્રતમ શક્તિ હશે તેનામાં કે ખુદ શાસ્ત્રકારે તેને પ્રવચન પ્રભાવક કહ્યા.