________________
તે આચરજ નીચે નેહસું
૪૩ મતલબ કે તે આચાર્યની સેવા દ્વારા મેક્ષ માર્ગમાં આગળ વધવાનું બને છે માટે તેને નમસ્કાર કરવા પંક્તિ મુકી.
- તે આચારજ નમીયે નેહસું – અરિહંત ભગવાન પછી જિન શાસન ચલાવનારા અને તેમાં કહેલા પદાર્થોને સમજાવનારા તથા હૃદયમાં ઉતારનારા એવા કઈ પણ હેય તે તે આચાર્ય છે. તેઓ વકતવ્ય પદાર્થને શ્રદ્ધામાં દાખલ કરે અને ઉપદેશમાં વહેવડાવે.
અસ્થમિ જિન સુરજ કેવળ,ચંદે જે જગદી ભુવન પદારથ પ્રકટન ૫ટું તે, આચારજ ચીરંજી રે
આચાર્ય ભગવંતે સૂત્ર અર્થના જાણકાર હોય, જિનેશ્વર મહારાજાના માર્ગના ખપી, લક્ષણયુક્ત અને ગણનાયક છે.
તમને થાય કે તેઓ સૂત્ર–અર્થને જાણે તેમાં આપણે નમસ્કાર કરવાની શી જરૂર ?
પણ સૂત્ર અને અર્થનું ખૂબ જ મહત્ત્વ છે. જે દહાડે સૂત્ર અને અર્થન વિચ્છેદ થશે તે દહાડે શાસનને પણ વિચ્છેદ થવાને.
એક વાત ખરી કે સૂત્રાર્થને જાણનાર તે ઘણું હોય તે બધાં કંઈ આચાર્ય ન કહેવાય. મહાવીર મહારાજાની પર્ષદામાં સેંકડો ચૌદપૂર્વ હતા. તેઓ સૂત્રાર્થને જાણે કે ન જાણે? —જાણે–
તે બધાં આચાર્ય કહેવાય ખરા?
નહીં–કારણ કે-મહાવીર પ્રભુને ગણધર માત્ર–અગીયાર હતા. ચાવશે તીર્થંકર પરમાત્માના કુલ ગણધરો ૧૪પર અરે ચોથા અભિનંદન સ્વામીજીને સૌથી વધુ ૧૧૬ ગણધરે [આચાર્યો થયા, પણ બધાં ચૌદપૂવી કંઈ આચાર્ય ન ગણાય.
આચાર્ય ગીતાર્થ હોય જ. પણ બધાં ગીતાર્થ આચાર્ય ન પણ થાય, તે જેને નમસ્કાર કરવાને છે તે આચાર્યની ઓળખશી?
અભયદેવસૂરિજી જણાવે કે પાંચ પ્રકારને આચાર અથવા મર્યાદા પૂર્વકની વિહાર-સંયમ જેને આચરવાથી-કહેવાથી અને દર્શાવવાથી કરીને જે શ્રેષ્ઠ હોય તેને આચાર્ય કહેવાય, માત્ર ગીતાર્થતાના બળે આચાર્ય ન કહેવાય.