________________
૪૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
મંત્રી આવ્યા, વચ્ચે ઉભેલા ભિખારીને કહ્યું અરે! રસ્તામાંથી ખસી જાવ ખસી જાવ! રાજાની સવારી આવી રહી છે. પેલે અંધ-વૃદ્ધ ભિખારી ત્યાં જ ઉભો રહ્યો અને બોલ્યા
“બસ આજ કારણ”
પછી રાજાની સવારી ખરેખર આવી પહોંચી. રાજાએ રસ્તામાં અંધ-વૃદ્ધ ભિખારીને ઉભેલો જોયે. સવારીમાંથી નીચે ઉતર્યો. વિનયબહુમાન પૂર્વક હાથ ઝાલી, શાંતિથી રસ્તાની એક બાજુએ ઉભા રાખ્યા, ખબર અંતર પૂછયા. ભિખારી ફરી હસીને એક જ વાક્ય બોલ્યા હ. રાજા લાગે છે.
બસ આજ કારણ આસપાસ ઉભેલાને આશ્ચર્ય થયું ભિખારી હસતે કેમ હતો ! લોકેએ તેને રહસ્ય જાણવા કારણ પૂછયું.
અંધ-વૃદ્ધ ભિખારીએ ટુંકો પણ સચોટ ઉત્તર આપ્યું. “તેઓ જે છે તે પોતાના આચરણને લીધે જ એવા છે
– આચરણ એ જ ઓળખ – આચાર્યની એાળખ આપતાં પણ આ રીતે આચરણને જ પ્રાધાન્ય આપ્યું.
શ્રી હરિભદ્ર સૂરિજી મહારાજાએ સંબધ પ્રકરણમાં આચાર્યની ઓળખ આપતા તેના ત્રીશ ગુણોનું જુદી જુદી ૪૭ રીતે વર્ણન કર્યું છે. જેમાંના પ્રચલીત ૩૬ ગુણેને પરિચય પચિદિય સૂત્રમાં કરાવ્યો છે.
પણ આપણે મૂળ પ્રશ્ન છે નમસ્કાયને. ૦ આચાર્ય નમસ્કાર શા માટે?
आ-मर्यादया तद्विषय विनया पया चर्यन्ते-सेव्यन्ते जिनशासनार्थीपदेश-कतया तदाकांक्षिमिरित्याचार्याः
વિનયરૂપ મર્યાદાપૂર્વક જિનશાસનમાં પ્રરૂપેલા તરવને જાણવાની બુદ્ધિવાળાઓ વડે જેઓ સેવાય છે તે આચાર્ય.