________________
તે સિદ્ધ પ્રણ રંગે રે
પદ્મ વિજયજી આ પંક્તિમાં જણાવે છે કે સિદ્ધ પર્માત્માએ પોતીકું સામ્રાજ્ય હાથવગું કર્યું છે. આપણે પણ હવે એ પથ ઉપર ચાલવાનું છે. તેને માટે જ સુતા ઉઠતા આપણે નવકાર મંત્રનું સ્મરણ કરવાનું કહ્યું છે.
परभेट्टि चिंतण' मागसमि सिज्जा गएण कायव्व
सुत्ताऽविणय पवित्ते निशारिआ होइ एवं नु પંચાશક-૧ની ગાથા ૪રની વૃત્તિમાં જણાવે કે સચ્ચામાં રહ્યા રહ્યા શ્રી પંચ પરમેષ્ઠિ નિવકાર મંત્રનું ચિંતન મનમાં કરવું. કારણ કે એમ કરવાથી મૂત્રનો અવિનય ન થાય.
શ્રીમદ્દ દેવેન્દ્ર સૂરિજી શ્રાદ્ધ દિન કૃત્યમાં ત્યાં સુધી જણાવે કે
શ્રી નવકાર મંત્ર આ લોક તથા પરલોકમાં સર્વત્ર સહાય કરનાર હોવાથી–સાચા બંધુ સમાન–પ્રાપ્ત થયેલા ગુણોનું રક્ષણ કરનાર તથા અપ્રાણ ગુણની પ્રાપ્તિ કરાવનાર હોવાથી જગતના નાથ રૂપ છે. માટે તેને શા – પલંગ વગેરેથી નીચે ઉતરી ભૂમિ ઉપર ઉભા ઉભા કે બેસીને ગણે – ભણે–પરાવર્તન કરે. દેવસૂરિજી કૃત યતિદિન ચર્યામાં લખ્યું છે
जामिगि पच्छिमजामे सव्वे जग्गंति बाल वुड्ढाई
परमिट्टि परममत भगति सत्तट्ठ वाराओ રાત્રિના છેલ્લે પ્રહર બાલ-વૃદ્ધ સર્વે જાગે છે અને શ્રી પંચપરમેષ્ઠિ [નવકાર સાત-આઠવાર ભણે છે.
આટલી નવકારની મહત્તા અને વિધિ દર્શાવી. તેમાં પ્રત્યેક પદની વિચારણા કરતા જણાવે કે પ્રથમ નમસ્કાર અરિહને કરો પણ અરિહંતાદિ સર્વેનું સાધ્ય શું? સિદ્ધિ-મેક્ષ માટે બીજો નમસ્કાર સિદ્ધોને કરવા.
પૂર્વ પ્રયોગ ને ગતિ પરિણામે બંધન છેદ અસગ સમય એક ઉદેવગતિ જેહની તે સિદ્ધ પ્રણમાં રંગ-ભવિકા
બે “નમે સિદ્ધાણં”