________________
૩૫
તે સિદ્ધ પ્રણમે રંગે રે માંડી દીધી, ચાર ઘાટી કમ ગયા, કેવળજ્ઞાન થઈ ગયું છતાં વેદનીય કર્મોની સજામાંથી ખુદ મહાવીર મહારાજા છટકી શક્યા નહીં. છ મહિના લેહી ખંડવાની વેદના ભેગવવી પડેલી. આ બધે કર્મનો ઉદય જ સમજીને.
પણ એક વખત કર્મો બાળી નાખ્યા, તેનું બીજ બળી ગયું પછી કદી ઉગે નહીં. હા! માત્ર ઉપશમ થયે હાચકર્મો દબાયા હોય તે ચૌદ પુવીને પણ ૧૧મે ગુણઠાણેથી નીચે પછાડી દે. પણ કમ બળી જ જાય તો પછી ફરી ન ચે.
પ્રશ્ન :- સિદ્ધોને કર્મ કેમ ન લાગે? સિદ્ધ જ્યાં રહેલા છે ત્યાં પણ કર્મ વર્ગણોને દરિયો ભર્યો છે.
સમાધાન–જેમ લખોટી કે કાચનો ગોળો બાજરીમાં બાર વર્ષ આળોટે અને રગદોળાય તે પણ બાજરીને એકે દાણે ચાંટે ખરો? - સિદ્ધ મહારાજા લોકાંતે રહેલા છે. ત્યાં કર્મના ઢગલા પણ છે. છતાં કાચની લખોટીને જેમ બાજરો ન ચૅટે તેમ સિદ્ધના આત્માને કર્મો ચાંટતા નથી. કારણ કે તેઓ એ કર્મ બીજને સર્વથા બાળીને ખાખ કરી દીધું છે.
શિi Hd :- બાંધેલા આઠ કર્મો જેમણે બાળી નાખ્યા–ધમી નાખ્યા છે, તેવા સિદ્ધને આપણે નમસ્કાર કરતા બોલવાનું
તે સિદ્ધ પ્રણો રંગ રે – ભવિકા –
અરિહંત પણ સિદ્ધને નમે–અરિહંતનું દયેય પણ સર્વ કર્મ રહિતતા એટલે કે સિદ્ધપણું, છતાં પ્રથમ નમસ્કાર તો અરિહંતને જ કર્યો તેનું કારણ એ છે કે અરિહંતે સિદ્ધ થાય છે. પણ સિદ્ધ કદી અરિહત ન થાય. તે જ દેહધારી પરમાતમાં જગતનું કલ્યાણ કરનારા, મોક્ષ માર્ગ દેખાડનારા-સિદ્ધોને ઓળખાવનારા છે,
सितं बदम् अष्ट प्रकार कमन्वनं, ध्मात दग्धं जाज्वल्यमान शुक्ल ध्यान अनलेन यैः ते निरुक्ता विधिना सिद्वाः
આમામાં જાગેલા શુકલ ધ્યાન રૂપી અગ્ની વડે જે કર્મો બળી જાય છે.