________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
અસંખ્યાત સમયની એક આવલી, ૨પર આવીને એક સુલક ભવ, એ નિગોદને જીવ જીવે, નિગોદના જીવનું આયું કેટલું અ૮૫?
એક માનવ શ્વાસોશ્વાસમાં ૪૪૪૬ થી વધુ આવલી થાય. તેમાં નિગોદને જીવ વધુમાં વધુ ૧૭ અને ઓછામાં ઓછા ૧૭ ભવ કરે. અંતર્મુહ-૪૮ મિનિટમાં ૬૫૫૩૬ ભવ નિગેદના થાય. તે તેને જન્મમરણની કેવી દારુણ વેદના ભેગવવી પડતી હશે?
તેમાંથી છુટકારો અપાવનાશ સિદ્ધ ભગવંતે છે માટે “નમો સિદ્ધાણ” કહ્યું આપણે પણ તેના આ ઉપકારને સ્વીકારીને બોલવું
તે સિદ્ધ પ્રણ રંગ રે-ભવિકા– હરણના ટોળે ટોળા ચાલ્યા જતા હોય પણ સોરઠને વાળો કાકી કે વાળે રજપુત એના પર ઘા કરતા નથી. વાળાની સીમમાં એ સુવાળા પશુ નિર્ભયપણે ચારો ચરે. હરણીયાના શિકારીને સાચે વાળે રાજપુત પ્રાણ માટે પણ આપે નહીં. વાળા હરણાને પૂજે છે. કેમકે જુના કાળમાં હરણાએ વાળાના વંશ સાટુ જીવ દીધેલા.
વાત એમ બની કે પાદશાહની કચેરીમાં કોઈ ચાડીલા ચારણે હોડ કરી નાખી. પાદશાહ કહે હસીને માથા ઉતારી દેનારા રજપુત હવે મરી ખુટયા.
ચારણ કહે, “પાદશાહ! તમને ખબર નથી એક સામટા સાત દીકરાના શીર વધેરી લ્યો તે પણ હસતાં હસતાં સાતેના મત ઓળઘોળ કરી દે–સાતેની આંખો પગ તળે ચાંપે. પણ આંખમાંથી આંસુયે ન દડવાદે તેવા રજપુત હજી પળ્યા છે.” પાદશાહ !
દાંત કાઢીને રજપુતને બદનામી ન ઘો બાપ ! વખના પારખા ન હેય પાદશાહ. જે તે રજપુત ન હોય તે હું પંડયના દિકરા હારી જાઉં.
ચારણના દિકરાઓની અટકાયત થઈ. છ મહિનાની અવધ પડી. સાત પુત્રો બંદીખાને મુકાયા. શરત કરી હતી. જે સાત છોકરાને બાપ ઢીલ થઈ જાય તે ચારણના દીકરા પણ હલાલ થઈ જાય.
ગઢવીએ કાઠીયાવાડમાં આવીને વાત કરી. વાળા રાજાએ સાતે દીકરા લાવ્યા. સાતેયે બાપુને બેલ માથે ચડાવ્યા.