________________
તેજિન નમીયે ઉત્સાહ રે
૨૯
બીજી સમજી કે તે એટલે સરોવર નથી માટે પાણી કયાંથી લાવું. ત્રીજી સમજી કે રેત-બાણ નથી તે ડ્રગને મારું કઈ રીતે?
જે સામાન્ય ભીલની વાત ત્રણે સ્ત્રી સમજી શકી તે ત્રિલેકના નાથની વાણી બધાં કેમ ન સમજી શકે ?
અતિશને અર્થ જ પ્રભાવ સૂચક લક્ષણો થાય. અન્ય દેવ કરતાં તીર્થંકર પરમાત્માની વિશેષતા દર્શાવતા આવા ચેત્રીશ અતિશય છે. જેમાં ચાર જન્મથી–૧૯ દેવકૃત–૧૧ ઉપર વર્ણવ્યા મુજબ કર્મક્ષયથી પ્રાપ્ત થાય છે.
તમે કહેશો અતિશયની વાત ખરી પણ તેમાં આપણે શા માટે નમીએ?
તેને છેલ્લો જવાબ આપી દીધું કે ભવ્ય જીવે મોક્ષે જવા લાયક હતા તે ખરું, પણ જીવને મોક્ષ માર્ગ બતાવ્યું કેણે? અરિહંત પરમાત્માએ—માટે નમે અરિહંતાણું
પ્રશ્ન :- અરિહતને નમવાનું કબુલ પણ સર્વ પ્રથમ મરિહંત
કેમ?
ગુફામાં હજાર મનુષ્ય છે. ઘોર અંધકાર છવાયેલ છે. તેમાં એકજ વ્યક્તિ પાસે દીવાસળી છે તે મીણબતી સળગાવે પછી તેની મીણબતી વડે બીજી પાંચ-પચીસ મિણબતી સળગાવી, ત્યારે મીણબતી તે બધી સરખી. કોઈનાયે પ્રકાશમાં ફરક નથી છતાં બધાને તારણહાર કેણ?
જેણે પ્રથમ મીણબતી સળગાવી તે.
અહીં સિદ્ધ ભગવંતાદિ મીણબતીની જેમ પ્રકાશ આપનાશ ખરા–તે કબુલ પરંતુ સર્વ પ્રથમ પથ પ્રદર્શક કોણ?
તો કેશોદત્ત, તેઓ સ્વતંત્ર પણે બંધ પામ્યા-કલ્યાણ કર્યું, ત્યાગ કરીને કેવળજ્ઞાન રૂપી ફળ મેળવ્યું. પછી ઉપદેશ આપ્યો તે તેના પ્રભાવે બીજા બધાં સ્વપરના ઉપદેશને સમજ્યા.
પુનપ્રશ્ન :- તે શું નમે અરિહંતાણું-નમો અરિહંતાણે કરવાથી પામી જવાના?
-ના- અરિહંતના મરણ સાથે તેના ગુણોનું–ઉપકારોનું સ્મરણ થવું જોઈએ.