________________
૩ ૩૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ–3
જેમ પાડાના વધમાં પ્રીતિવાળી એવી કંટકેશ્વરી દેવીને બોધ પાઠ આપવા માટે કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચંદ્રાચાર્યજીએ તેને બાંધી દીધી અને તે કાર્ય દ્વારા કુમારપાળને પ્રતિબંધ કર્યો તેને મંત્રવદ્યાવાળા શાસન પ્રભાવક જાણવા.
(૮) રાજસમૂહ સંમત :- રાજા વગેરે સવે લાકે માન્ય કરેલા તે જસમૂહ સંમત શાસન પ્રભાવક કહેવાય છે.
આ રીતે શાસનની પ્રભાવના કરનારા આઠ પ્રભાવકોને વર્ણવ્યા તે બધાંને સંદેશ શું ઝીલશે તમે ? એકજ શાસનને અજવાળા.
આપણે મુખ્યતા તીર્થ પ્રભાવના શબ્દ દ્વારા શાસન પ્રભાવનાનું વર્ણન જોવાનું છે. ધર્મસંગ્રહમાં પણ શ્રાવકના ૧૧ વાર્ષિક કર્તવ્યમાં ૧૦મું કર્તવ્ય વર્ણવેલ છે –“તીર્થ પ્રભાવના–”
શ્રી જૈન શાસનની શોભા માટે પ્રતિવર્ષે ઓછામાં ઓછી એક એક વખત પણ ગુરુનો પ્રવેશ મહોત્સવ, શ્રી સંઘને પહેરામણ અને પ્રભાવના વગેરે કરવા જોઈએ.
તેમાં ગુરુ પ્રવેશ મહોત્સવ સર્વ પ્રકારના વાજિંત્ર વગેરે મટા આડંબર પૂર્વક ચતુવિધ શ્રી સંઘે મળીને કરે. ગુરુ મહારાજની સાથે જવું, સકલ શ્રી સંઘને સત્કાર કરે વગેરે યથાશક્તિ આડંબર વડે ગુરુદેવને નગર પ્રવેશ કરાવા જોઈએ.
अभिगमण वंदण नमसणेणं पडिपुच्छणेण साहूणं
चिर सचिअंपि कम्म खणेण विरलत्तण मुवेइ ઉપદેશ માળાની ૧૬૬મી ગાથામાં જણાવે છે કે ગુરુની સામે જવાથી, વંદન કરવાથી, નમસ્કાર કરવાથી તથા સુખશાતા વગેરે પૂછવાથી ચિરકાળનાં પણ સંચિત કરેલા કર્મો ક્ષણમાં વિલિન થાય છે.
શ્રમણ સંઘની માફક શ્રાવક સંઘને પણ શ્રીફળ વગેરે ઉત્તમ વસ્તુઓની લહાણ આદિ કરવા રૂપ પ્રભાવના કરવી. કારણકે શાસન પ્રભોવના કરનારને તીર્થકર પણું પ્રાપ્ત થાય છે.
अपुब्वनाण गहणे सुअमित्ति पवयणे पमावणया
एएहिं कारणेहिं तित्थयरत्तं लहइ जीवो ઉપદેશ પદ પ૦૨માં લખ્યું કે અપૂર્વજ્ઞાન મેળવવાથી નવું ભણવાથી] શ્રુતજ્ઞાનની ભક્તિ કરવાથી અને શાસન પ્રભાવના કરવાથી એ ત્રણ કારણથી જીવ તીર્થકરપણને પામે છે.
શાસન શબ્દ અહીં તીર્થના પર્યાયરૂપે સમજ.