________________
શાસનને અજવાળે
૩૩૩ મુજબના (૧૨૯૬) એક હજાર બસ છનું ગુણોથી અલંકૃત હોય તેવા આચાર્યને શાસન પ્રભાવક જાણવા.
[છત્રીશ પ્રકારે ૩૬ ગુણ ૩૬ ૪૩૬=૧૨૯૬]
શચંભવ સૂરિજી મહારાજા મૂળ બ્રાહ્મણ હતા ને સીધી દીક્ષા લઈ લીધી ત્યારે ઘેર સ્ત્રી ગર્ભવતી હતી. તેને મનક નામે પુત્ર થયે. આ મનકે દીક્ષા લીધી ત્યારે અલ્પ આયુવાન્ એવા મનક મુનિને અશ્રીને શ્રી દશવૈકાલિક સૂત્ર નામક આગમની રચના કરી. જે શાસનના અંત સુધી એટલે કે પાંચમાં આરાના છેડા સુધી રહેશે અને બાલજીને બોધદાયક બનશે.
(૫) તપસ્વી :- વિવિધ પ્રકારની તપસ્યા કરીને જૈનધર્મની શાસનની પ્રભાવના કરે તે તપસ્વીઓને પાંચમાં પ્રકારના શાસન પ્રભાવક કહ્યો.
૬૦૦૦ વર્ષ સુધી છઠ્ઠ તપ કરનારા વિષ્ણુ મુનિ, છ માસી તપ કરનાર ઢંઢણ કુમાર, ૬૦ હજાર વર્ષ સુધી આયંબિલ કરનાર સુંદરી, ધન્ના કાકંદી જેવા વિષમ અભિગ્રહ કરનારા મુનિવરો, છ માસી ઉપવાસ કરનાર ચંપા શ્રાવિકા, વર્તમાનકાળ ૧૦૮ ઉપવાસ કરનાર પૂજ્ય બલભદ્ર સાગરજી તથા પૂજ્ય રત્નાકર વિજયજી મહારાજ વગેરે સર્વે તીર્થરૂપ શાસનની પ્રભાવના કરી છે.
() નિમિત્ત :- જે મુનિરાજે અષ્ટાંગ નિમિત્તોની શાસનની ઉન્નતિ માટે પ્રયત્ન કરે છે. તેઓને નિમિત્ત પ્રભાવકો જાણવા.
રાજાને ત્યાં પુત્ર જન્મ થયો ત્યારે વરાહ મિહિરે તેનું ૧૦૦ વર્ષનું આયુષ્ય જણાવેલું પણ ભદ્રબાહુ સ્વામી જાણતા હતા કે આ પુત્ર સાતમે દિવસે બિલાડીના મુખેથી મરણ પામશે. ' રાજાએ બધી જ બિલાડી દેશ નિકાલ કરી દીધી. છતાં સાતમા દિવસે ધાવ માતા બાળકને લઈ બેઠા હતા ત્યારે અકસ્માત બારણાનો આગળીયે પડે. જેનું મુખ બિલાડી જેવું હતું તે અથવા તે જેને ખિલાડી કહેવાય છે તેનાથી બાળક મરણ પામ્યા અને રાજા જેને શાસનથી પ્રભાવીત થે.
(૭) વિદ્યા – સિદ્ધ કરેલ વિદ્યા, મંત્ર, યંત્ર, બુદ્ધિ, સિદ્ધિ, ચૂર્ણ, અંજન, એગ ઔષધ અને પાદ લેપ વગેરે પ્રયોગવાળા પ્રભાવકને વિદ્યા પ્રભાવક જાણવા. તેઓ માત્ર સંઘ અથવા શાસનના કાર્યમાં જ પિતાની વિદ્યાને પ્રયોગ કરીને શાસન પ્રભાવના કરે છે.