________________
૩૨૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
એક ખ્યાતનામ ડૉકટર હતા. તે સમાજ માન્ય અને લબ્ધ પ્રતિષ્ઠિત હાર્ટ સ્પેશિઆલિસ્ટ. મેડિકલ કેન્ફરન્સમાં પણ ઘણીવાર જવું પડે પણ તેઓ કદી કંદમૂળની સામે પણ ન જુએ. પછી હાથ અડાળવાનો કે ખાવાને તે પ્રશ્ન જ કયાં રહ્યો ?
“પોટેટો ચીસ” સર ! મારે નહીં ચાલે.
મિત્ર ડોકટર કહે આ બધું ન ખાવાનું કોઈ કારણ? ડોકટર કહે મને મારી મધર પ્રત્યે પૂર્ણ બહુમાન છે. મારા મધર એક ધર્મ નિષ્ઠ ધર્મ પરાયણ સ્ત્રી છે. હું ઘેર જતાં વેત રોજ તેમને પગે પડું છું અને માતાજી વાત્સલ્ય પૂર્વક પૂછે છે. કેમ બેટા ! આજે રાત્રે મોડું કેમ થયું?
હું નમ્ર ભાષામાં ઉત્તર આપું છું કે કેન્ફરન્સમાં ગયે હતે.
તરત જ મધર પૂછે છે કે બેટા કંઈ અભય તે ખાઈને નથી આવ્યોને ? ભાઈ, રાત્રિ ભેજન તો કર્યું નથી ને?
અરે શરૂઆતમાં એક-બે વખત બટાકાનું શાક ખવાઈ ગયું તે તેમણે ઉપવાસ કરી દીધો. ઉપવાસ [ફાસ્ટ ફાસ્ટ સમજ્યા ?
અને ડોકટર હવે તે મેં મારા ગુરુદેવ પાસે પણ જવાનું શરૂ કરી દીધું છે. તેઓની પાસે પણ અભાદિ ઘણું શીખ્યો છું અને શાસ્ત્રીય તથા વૈજ્ઞાનિક પરિશીલન પણ આ બાબતમાં મેળવી રહ્યો છું.
વિચારો કે એક માતા પરનું બહુમાન પણ પુત્રને કેવો ધર્મ પરાયણ કે ધર્મનિષ્ઠ બનાવી શકે છે?
કરો શ્રી સંઘ બહુમાન પરિશીલનથી સકલ શ્રી સંઘ પરત્વેનું બહુમાન પ્રગટ કરવાનું છે. તે બહુમાન જીવનમાં પ્રગટી જાય તે કેવું અમૂલ પરિવર્તન આવે.
Hવર વદુમાને કર્તવ્યના પાલન થકી નિજ ગુણને પ્રગટાવનારા બને.
સંઘ બહુમાન એટલે સાધુ ભગવંતેનું બહુમાન સંઘ બહુમાન એટલે સાધ્વીજીઓનું બહુમાન સંઘ બહુમાન એટલે શ્રાવકભાઈનું બહુમાન સંઘ બહુમાન એટલે શ્રાવિકાબેનેનું બહુમાન
કરો શ્રી સંઘ બહુમાન