________________
૩૧૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
લાખ તે હેતુ મિત્રોથી વીંટળાયેલ ડેલીએ બેઠે છે. હેકો પીએ છે ને ડાયરે રંગે ચડે છે.
બરાબર આવા ટાણે ભારા રતન ચારણે પેગડામાંથી પગ છાંડીને ડાયરાને રામરામ કર્યા. ડાયરાએ ચારણને રૂડા આદર માન દીધા. ચારણ બલ્ય, લાખા ! કુંભારીયાને ઢોર લેવા આયો છું.
ચારણ! તમારા હોય તેટલા નોખા તારવી લ્ય. લાખા ! હું આખા ગામના ઢોર માંગુ છું. ચારણ દેવ ગામના ઢેર તો ડાયરે લેવા આવે તે દી મળે.
લાખા ! હું એકલો મારા ઢોર લઈને જાઉં તો ભુંડે અને સવારથી ગણાઉં. જીદ કર્યા વન્યા અને ઢોર આપી દે લાખા !
ઈ લાખ વાતેય ન બને ચારણ દેવ ! તમે તો તમારા ઢોર લઈ જાઓ.
ઠીક કહું છું, લાખા ! માની જા. ડાયરો ખડખડ હસવા માંડે. ભારો ચારણ સમજી ગયો કે આ તલમાં કંઈ તેલ નથી. છોગા ત્રાગું માંડયું.
કપાસીયાનું ગાડું ભરી ભંડારીયાના પાદરમાં ઠાલવ્યું ને માથે ઘી રેડયું. ઢગલાને આગ ચાંપી પોતે ઢગલાના ભારા ઉપર ઉભો રહ્યો. ગળામાં કટાર બેસી ત્રાડ નાખી. જોઈ લે લાખા, ચારણનું ત્રાગું. ચારણ કઈ દી સવારથી ન હોય તે સંધાનું સુખ જુએ પંડયનું એકલાનું નહીં.
લાખાએ કુંભારીયાના ઢેર છોડી મુક્યા અને ભારો રતન ચારણ ભડથું થઈને ભંડારીયાને ગોઝારું કરતું ગયો.
આ પ્રસંગ એક એતિહાસિક સત્ય છે. તેનો ભાવાર્થ પકડો તે સંઘ બહુમાન કર્તવ્ય તમને આપોઆપ સમજાઈ જશે.
તીર્થરક્ષાની કે સંઘ બહુમાનની ટીમોટી વાતો ચગાવનારાને પૂછો, છે આ ચારણ જેવું બહુમાન ? પંડયના દેહને સળગાવીને પણ આખા સમુહના ઢોર પાછા વાળ્યા આનું નામ તે સંવરિ વેદમાળો.
શ્રાવકોએ પણ આ કર્તવ્ય આવી ઉચ્ચતમ ભાવનાથી બજાવવું જોઈએ. તેથી જ અમે એક સંદેશ આપીએ છીએ.
કરો શ્રી સંઘ બહુમાન શ્રાદ્ધવિધિમાં પણ સંઘ બહમાન માટે લખ્યું કે પોતાના વૈભવ