________________
કરે શ્રી સંઘ બહુમાન
૩૧૩ દુલર્ભ મનુષ્ય જન્મને સફળ કરે છે. તે તે સંસાર સમુદ્રથી તરે છે. ભવ્ય અને પણ તારવા પ્રયત્ન કરે છે એવા શ્રી ગણધર ભગવતેઆચાર્ય મહારાજે થી માંડીને આજના દીક્ષીત થયેલા માત્ર સામાયિક ચારિત્રવાળા સુધીના સર્વે સાધુ ભગવંતોની સેવામાં યોગ્ય ધન ખર્ચવું.
જેમકે સાધુ મહારાજે સંયમ ઉપયોગી એવા અશન–પાનાદ આહાર, વસ્ત્ર, ઔષધ, પાત્ર, વસતી વગેરે આપવા–તે પણ આધા કર્માદિક દેષ રહિત પુરા પાડવા.
જે કાળે, જે ક્ષેત્રમાં જે વસ્તુઓ જે સંગમાં સાધુમહાત્માના સંચમમાં ઉપકારી બને તે કાળે, તે સ્થળે તે વસ્તુ તે પ્રસંગે તેમને આપવી જોઈએ. તેથી બધાં સાધુ ભગવંતે પોતાની સંયમ આરાધના નિવિ દન પણ કરી શકે.
તદુપરાંત સાધુ ભગવંતની નિંદા કરતા નિંદકોને અટકાવવા એ રીતે સાધુ મહાત્મા રૂપ શ્રી સંઘ પરત્વે પિતાનું બહુમાન પ્રગટ કરવું.
ગુરુ મહારાજને જોતાં જ જેનું મસ્તક ઝુકી જાય, બહુમાન ભાવથી ગદ ગદ થઈ ઉઠે વાણી, મારે આંગણે સાધુ મહારાજ કયાંથી? આ ભાવ ઉઠે તેને બહુમાન કહેવાય. જેટલું બહુમાન વધુ તેટલી સર્વવિરતિની પ્રાપ્તિ જલદી, સમ્યકત્વને સ્પર્શ વહેલા માટે શ્રી સંઘના પ્રથમ પાયા રૂપ સાધુ ભગવંતે પર પૂર્ણ બહુમાન રાખો.
(૨) સાવી - સાધુ મહારાજા પછી શ્રી સંઘને બીજે પાયે કે બીજું અંગ છે સાદવજી.
દર્શન-જ્ઞાન–ચારિત્રના ધારણ કર્તા સાદેવીજી મહારાજ પ્રત્યે પણ સાધુ ભગવંતની જેમજ પૂર્ણ બહુમાન હોવું જોઈએ. અલબત વર્તમાનકાલે એક દુઃખદ સ્થિતિ સર્જાઈ છે. ઉપાશ્રયના મુખ્ય બહેન જે શામળ તરીકે ગણાતા હોય તે સાદવજીના ગુરુની જેમ વર્તતા જોવા મળે છે. તે કહે તે જ સ્તવન કે સજગાય બોલવાના આદેશ પણ વડીલ સાધ્વીજીને બદલે શામળ જ આપે. આ બધે ઘોર અવિનય છે.
સાવીજીઓ પણ શાસનના રતન છે. મોક્ષના અધિકારી છે. તેમના પર પણ પૂર્ણ બહુમાન ભાવ હોવો જોઈએ. મનમાં થઈ ઉઠે કે અહો ચૌવનના આંગણે વસંતને આવકારવાને બદલે ત્યાગ