________________
૩૧૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
મુકયું છે. જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું પાલન એ પ્રાથમિક અને મહત્વ પૂર્ણ વસ્તુ ગણી તેને સ્પષ્ટ અર્થ એ થયે કે આજ્ઞાનું પાલન કર્તા- એવા સાધુ, એવા જ સાધ્વી, એવા જ શ્રાવક અને એવી જ શ્રાવિકાને સમુહ તે સંઘ. પરંતુ માત્ર લાડવા સંઘને ક્યાંય સંઘ ગણ્ય નથી.
કરો શ્રી સંઘ બહુમાનનો અર્થ જ આવા પ્રકારના ચતુર્વિધ શ્રી સંઘનું બહુમાન કરવું તેમ સમજજાણ-આદર.
શ્રમણ પ્રધાન શ્રી ચતુર્વિધ સંઘ પરના બહુમાનને દાખલ એક વખત વડીલોના મુખે વ્યાખ્યાનમાં સાંભળેલો હતો. કેઈ આચાર્ય મહારાજશ્રીને તેમના શિષ્ય પરિવાર સહિત પકડી લીધા. મુસ્લિમે તેને વહાણમાં બેસાડી વિદેશ ઉપાડી જવાની તૈયારીમાં હતા. એક જૈન શ્રાવકને ફરજિયાત મુસલમાન બનવું પડેલું હતું. તેણે આ દશ્ય જોયું એટલે સાધુઓ પાસે આવીને જણાવ્યું કે હું તમારામાંથી કોઈપણ એકને છોડાવી શકીશ પણ બીજા બધાંનું મત નકકી સમજજે. - સાધુઓએ નિવેદન કર્યું કે અમારા આચાર્ય મહારાજને એકને છોડાવી દે તો સારું. પેલા મુસ્લિમ બનેલા જૈન શ્રાવકે હેડકા દ્વારા આચાર્યશ્રીને ગુપ્ત રીતે રવાને કરી દરિયા માગે મહુવા પહોંચાડ્યા.
આચાર્ય મહારાજશ્રીની નિશ્રામાં સકળ સંઘ એકઠા થયે. શ્રાવક શ્રાવિકાએ નિર્ણય કર્યો કે આવી પડેલા સંકટને દૂર કરવું આપણા હાથમાં નથી. તે સૌ પોતપોતાના ઘરના છોકરાને સંઘ માટે સમર્પિત કરે. એ રીતે એકવીસ છોકરા આચાર્ય મહારાજને સોંપ્યા અને સંઘે દીક્ષા આપી. શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ પ્રત્યેનું બહુમાન પ્રગટ કર્યું.
આ વાત કદાચ લોકોક્તિ લાગે. કેઈ એમ પણ કહે કે કર્ણોપકર્ણ આ પ્રસંગમાં ઘણું ફેફફાર થઈ ગયા હશે. ચાલેને તમે આ પ્રસંગ માનવા જ તૈયાર નથી તો પણ વર્તમાન કાલે આપણી આંખ સામે જ આ પ્રસંગ બન્યા છે. શ્રી અચલગચ્છમાં. તેના શ્રાવકે એ પણ સ્વગચ્છમાં સાધુની સંખ્યાને ઘટાડે થતો જાણી, પોતાના બાળકે સંઘને સમપીને ગરછ ટકાવ્યા. આને કહેવાય શ્રમણ પ્રધાન ચતુવિધ શ્રી સંઘ પરનું બહુમાન.
આવા શ્રી સંઘના ચાર પાયા–
(૧) સાધુ –શ્રી સંઘને પ્રથમ પાયે છે સાધુ. શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞાનુસાથે જેઓ ઉત્તમ ચારિત્રનું પાલન કરે છે. મળેલા