________________
(૧૦૬) સંવરિબહુમાણે
–કરે શ્રી સંધ બહુ માને
सत्तीइ सधपूजा विसेस पूजाउ बहुगुणा एसा
जं एस सुए भणिओ तिथ्थयराणंतरा सो પ્રતિષ્ઠા પંચાશકની ગાથા-૩૮માં જણાવે છે કે શક્તિ મુજબ સંઘપૂજા સિંઘ બહુમાન કરવું. ચતુવિધ શ્રી સંઘની પૂજા સંઘના અવયવરૂપ સાધુ–સાવી શ્રાવક-શ્રાવિકાની ભિન્ન ભિન્ન પૂજા કરતાં ઘણા ગુણને કરનારી છે કારણ કે ચતુર્વિધ શ્રી સંઘને તીર્થકર સમાન કે તીર્થકરે પછી બીજે નંબરે પૂજનીય ગણ્યો છે.
૦ અથવા તો સંઘ તીર્થંકર પરમાત્માને પણ પૂજ્ય હોવાથી શ્રેષ્ઠ ગણે છે. માટે સંઘ પર બહુમાન રાખવું.
શ્રાવકના છત્રીસ કર્તવ્યોને જણાવતી મન્નત જિણાણે સજયમાં ચેત્રીસમું કર્તવ્ય મુકયું રત વર વહુમાળો એટલે
કરો શ્રી સંઘ બહુમાન સંઘ એટલે સાધુ-સાધવી–શ્રાવક-શ્રાવિકા એ ચાર [પાંચ નહીં કે ત્રણ નહી પક્ષના નેતા ચતુર્વિધ ધર્મ સંઘને સામાન્યથી શ્રી સંઘ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારને શ્રી સંઘ તીર્થરૂપ ગણાય છે. બીજા શબ્દોમાં કહીએ તે ધર્મરૂપી મહેલના ચાર આધાર સ્તંભ ગયા. સાધુ–સાદવી-શ્રાવક અને શ્રાવિકા–આવા શ્રી સંઘ પર બહુમાન રાખવું.
આ બહુમાનના પ્રતિક રૂપે જ સંઘપૂજા નામનું કર્તવ્ય પ્રતિ વર્ષે અષ્ટાહ્નિકા વ્યાખ્યાનમાં વાર્ષિક ૧૧ કર્તવ્યોમાં વર્ણવાય છે.
શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞા શિરોધાર્ય કરનાર શ્રી સંઘને જ સંઘ તરીકે ઓળખાવાય છે. પછી પાંચ વાણીયા ગમે ત્યાં ભેગા થઈ ચાર દિવાલ ઉભી કરી ઉપાશ્રયનું નામ આપી દે જ્યાં લગ્નાદિક માટે વાડી તરીકે ભાડે આપવાનું કામ પણ પાછા કરી લે તે વાત તો હજી અત્રે ચર્ચવી નથી ને પોતાની જાતને સંઘ તરીકે ઓળખાવવા લાગે તે સંઘ માત્ર સમૂહ કહેવાય પણ તીર્થરૂપ ન ગણાય.
કારણ કે શ્રી સંઘના અસ્તિત્વના પાયામાં જિનાજ્ઞા પાલનને