________________
રોકે ઇન્દ્રિયની દોટ
મહત્તરા સાધવીએ આ ઉપદ્રવને વૃતાંત તેમના ભાઈઓને જણવ્યો. સાદવજીને જુદા મકાનમાં રાખ્યા અને તેના બંને ભાઈઓ તેની રક્ષા કરવા લાગ્યા. યુવકે તે બંને ભાઈ મારાજ સાથે યુદ્ધ કરવા લાગ્યા.
સુકુમારિકા સાધ્વીને થયું મારા નિમિત્તે ભાઈ મહારાજેને કલેશ થાય છે. મારા આ રૂપ અને શરીરને ધિક્કાર હો. તેમ વિચારી વૈરાગ્ય થી અનશન ગ્રહણ કર્યું. તેને મૃત્યુ પામેલ માની સસક ભસક મુનિ તેના શરીરને જંગલમાં પરઠવી આવ્યા.
ત્યાં શીતળ વાયુના સ્પર્શથી શુદ્ધિ આવી, તેવામાં કોઈ સાર્થવાહની નજરે ચડી. સાર્થ વાહને થયું આ કોઈ સ્ત્રી અને લાગે છે. અભંગ, ઉદ્વર્તન અને ઔષધાદિ પ્રયોગથી તેને પૂર્વવત્ બનાવી દીધી.
સુકુમારિકાને ભાઈ મુનિ ત માની પાઠવવા ગયા ત્યારે પુરુષના સ્પર્શથી ઉત્તેજના પામેલી તે સાવીએ ઈન્દ્રિયોના વિષયના ઉછાળા શાંત કરવા સાર્થવાહનું પત્નીપણું સ્વીકાર્યું.
સમય જતાં એક વખત પોતાના બંને ભાઈ મુનિને લઇને વંદના કરી સર્વ વૃતાન્ત જણાવ્યું. ત્યારે ભાઈ મુનિએ શોધ આપ્યો કે–
सरित्सहस्रदुःपुर समुद्रगोबर सोदरः
तृप्तौ नैवेन्द्रियग्रामो भवतृप्रोऽन्तरात्मनो હજારો નદીઓના જળથી પણ જેનું ઉદર પૂર્ણ થતું નથી એવા સમુદ્રની જે ઇન્દ્રિય સમુહ કદાપિ તૃપ્ત થતું નથી. માટે અત્તરાત્મા વડે કરીને જ તૃપ્ત થા!
હે ભવ્ય! આ ઇન્દ્રિયે કદી તૃપ્ત થઈ નથી. કેમકે ભગવેલા ભોગની ઈચ્છા રહે છે. ભગવતી વખતે તેમાં આસક્તિ રહે છે અને ભોગવાયા પછી ભગનું રમણ રહે છે. એમ ત્રણે કાળમાં ઈદ્રિયોની અશુદ્ધ પ્રવૃત્તિ છે. માટે આત્મ સ્વરૂપને ભેળવીને જ તૃપ્તી પામ.
वारण मंतं भूत्ता बता चत्ताय धीरपुरिसेहि
ते भोगा पुण इच्छइ भोत्तुं तिहणालो जीवो ધીર પુરુષએ અનન્તીવાર ભોગવેલા, વમન કરેલા અને ત્યાગેલા ભોગોને તૃષ્ણાથી અને આકુળ વ્યાકુળ થયેલો જીવ ફરી ફીથી ભોગવવાને ઇચ્છે છે.
ચકવતી, વાસુદેવ, માંડલિક રાજા અને કંડરિક વગેરે પુરુષે વિષયોમાં મોહ પામી નરકમાં દીન અવસ્થાને પામ્યા છે. માટે આ વિષ્યને જરા પણ વિશ્વાસ કરે નહી.