________________
અભનવ ઉપદેશ પ્રાસાદ-૩
નામે, પતનીને નામે, પુત્રને નામે કંઈક ફલેટ હોય, કે વટમાં ફરે ? પાછો શું બોલે ? આપણે ખાવાને ભારે શેખ સાહેબ ! રાતે બાર વાગે મન થાય તે ગાડી કાઢીને માણેક ચેકમાં પહોંચી જાય. પાઉભાજીરગડો–પેટીસ ફાફડા ગમે તે ખાઈ જઈએ. બધા રંકડીવાળા ઓળખે.
ત્યારે થાય કે ભાઈ તું આટલી બધી ચીજોને માલિક થયે પણ અઢી-ત્રણ ઈંચ લાંબી જીભ તે તેને ગુલામ જ માને છે. રારો બાર વાગ્યે હુકમ કરે કે એલા જલ્દી માણેકચોકમાં ગાડી લઈ લે.
તમે જાણે ગુંડાના પંજામાં સપડાયેલાં હો અને માથે રીવોલ્વર ટીંગાતી હોય તેમ ગાડી લઈને દેડો માણેકચોકમાં....અરે ભાઈ ! જે પિતાની જીભને–પાંચ ઈન્દ્રિયનો માલિક નથી તે ગામ-નગર–રાષ્ટ્ર કે વિશ્વનો માલિક હોય તો પણ શું? માટે પ્રથમ ઈન્દ્રિય જય કરે.
ડાયેજનિક નામે એક સંત—ફિલસુફ થઈ ગયા. એલેકઝાન્ડરે તેના પર પ્રસન્ન થઈ સવારમાં મુલાકાત લીધી. ધોડા પર બેઠા બેઠા જ બોલ્યા, માંગી લે ડાયેજનિક આજ હું તારા પર પ્રસન્ન છું.
ડાયેજનિક બોલે, પેલા બાજુ ખસ. સવારના પહોરમાં સૂર્યના ગુલાબી તડકે આવવા દે.
સારી ભાષામાં આ વાકયને અર્થ શો ?—હવા આવવાદે–
આવા નિસ્પૃહી અને ઈન્દ્રિય વિજેતા માનવીને બાકીની વસ્તુની માલિકી ન હોય તો પણ શું? કેમકે તેને ઈદ્રિયની માલિકી જ એવી છે કે તે ક્યાંય ભટકવા જતો નથી માટે ઈનિદ્રય વિજેતા બને.
आत्मानं विषयोः पाशै भववास पराङ्मुख
इन्द्रियाणि निबध्नन्ति मोहराजस्य किंकराः ભવવાસ એટલે કે સંસારમાં રહેવાથી પરામુખ થયેલા એવા ઉદ્વિગ્ન વૈરાગી આત્માને પણ મહારાજાના કિંકર રૂપ ઈન્દ્રિયો વિષય રૂપ પાશ વડે બાંધી લે છે. અને પાછા સંસારમાં ભમાવે છે.
જે વિશ્વામિત્ર જેવા ઋષિ-મુનિને તપોભંગ પણ મેનકાના રૂપથી થઈ શકે તે સામાન્ય ગૃહસ્થને માટે ઈન્દ્રિયને જય કેટલે દુષ્કર?
વસંતપુરના રાજાના સસક ભસક નામે પુત્રોએ વાગ્યથી દીક્ષા લીધી. ગીતાર્થ બન્યા પછી પોતાની બેન સુકુમારિકાને દીક્ષા આપી. તે સાધ્વી અત્યંત સ્વરૂપવાન હતા. તેથી અનેક પુરુષેના ચિત્તને તે સાદેવીનું આકર્ષણ રહ્યા કરે. તે પુરુષ સાદીની વસતિમાં પ્રવેશી સાવીને જોયા કરે.