________________
(૧૦૪) કરણદમ
– રેકે ઈન્દ્રિયની દેટ
आपदां कथितः पन्था इन्द्रियाणाम संग्रमः
तज्जयः संपदा मार्गो येनेष्ट तेन गम्यताम् ઈનિદ્રાનું સ્વતંત્રપણું તે આપત્તિનો માર્ગ છે અને ઇન્દ્રિઅને જય કરે તે સંપત્તિનો માર્ગ છે “એમ વિદ્વાનું કહેવું છે માટે જે રસ્તે ઈષ્ટ હોય તે રસ્તે ગમન કરવું.
શ્રાવકેના છત્રીસ કર્તવ્યમાં બત્રીશમું કર્તવ્ય જણાવે વઘાર ઈન્દ્રિય દમન,
શ્રાદ્ધ ગુણ વિવરણ ર્તાિએ ખૂબ સામાન્ય ભાષામાં બે વાત રજૂ કરી. જે ઈન્દ્રિય નિકુંશ હશે તે આપત્તિ-દુઃખને માર્ગ દેખાડશે. જે ઈન્દ્રિયો અંકુશીત હશે તે – દમન કર્યું હશે તે સંપત્તિ–સુખ ને માર્ગ દેખાડશે. તમારે સુખ જોઈ એ કે દુઃખ તે તમે નકકી કરી લેજો. - સુખના અભિલાષા માટે જ કામો કર્તવ્ય જણાવેલું છે. વાળ પાંચે ઈદ્રિય અને રમ એટલે દમવી અથવા તેને જય કરે તે.
પાંચ ઈન્દ્રિય સ્પર્શ—રસ–પ્રાણચક્ષુ-શ્રૌત્ર નિરંતર અશ્વ જેવી ચપળ છે અને પંડિતને પણ ઉત્સુકતા વધારનાર હોવાથી દમન કરવી મુકેલ છે. માટે શ્રાવકોએ અપ્રશસ્ત સ્થાનમાં વર્તતી પોતાની પાંચે ઈદ્રિયોને નિરોધ કર યેચ છે. સામાન્ય ભાષામાં સમજવા માટે
રોકે ઈન્દ્રિયોની દોટ શ્રાવક પિતાના આત્માને સમજાવે, હે જીવ જે તારે આમહિતની ઈચ્છા હોય તે રાગ ઉત્પન્ન કરતાં ગીત સાંભળવામાં અને સ્વગુણના કીર્તનમાં તારા કાનને તું પ્રવર્તાવીશ નહીં.
હે આત્મન ! સ્ત્રી વગેરે રૂપે જોવામાં તારા નેત્રો પ્રવર્તાવીશ નહીં. કેમકે તેને સંગ થવાથી તું નિર્મલ હોવા છતાં તારામાં મલિનતા ઉત્પન્ન થશે.
હે જીહા–જે તું સરસ આહારના લંપટ પણાને ત્યાગ કરવામાં કુશળ થઈશ તે સર્વ ઈદ્રિયને વિજય થઈ શકે તેમ છે.
કહ્યું.