________________
મિત્ર કેને બનાવશે?
૨૮૩
એ રીતે ઘમીજન એવા કેવળી પરમાત્માને સંસર્ગ કેવળજ્ઞાન તથા દર્શન-જ્ઞાન–ચારિત્ર બધિને લાભ અપાવનાર બન્યો. માટે શ્રાવકને કહીએ છીએ મિત્ર કેને બનાવશે? ધમજનને.
આ પ્રસંગ પછી જામનગરમાં એક શ્રાવકે પૂછયું. સાહેબ, ધમીજન અત્યારે તેને ગણવા?
ધર્મસિદ્ધ કોને કહેવા તેના પાંચ લક્ષણો શ્રીમદ્દ હરિભદ્રસૂરિજી મહારાજાએ જણાવ્યા છે –
औदार्य दाक्षिण्य पाप जुगुप्साथ निर्मलो बोध
लिङ्गानि धर्म सिद्धे प्रायेण जनप्रियत्वंच (૧) ઔદાર્ય :- દાનભાવના. જે મનુષ્યમાં સહજ સ્વભાવિકપણે દાનને ભાવ રહેલો હોય તેને ઔદાર્ય ગુણ કહેવાય. દાન કેડીનું કરો કે ખડીનું, પરંતુ મહત્ત્વની વાત એ છે કે દાન દેવાની ભાવનાનો ગુણ સહજપણે વિકસેલો હોવો જોઈએ.
(૨) દાક્ષિણ્યતા :- કેઈપણ કાર્યમાં મદદરૂપ થવું તે દાક્ષિકટતાને ગુણ કહેવાય. તે માનવમાં સ્વાભાવિક જ કંઈક કરી છુટવાની અને આગળ વધીને હું તો કોઈને કોઈપણ કામમાં ના ન પાડી શકવાનો ગુણ હોવો જોઈએ. અલબત તેને અર્થ એવો ન થાય કે તમે પણ બેસે, પછી કઈ પૂછે કે “કેમ ભાઈ લગ્ન કર્યો,” તો કહે શું કરું આપણે પહેલેથી જ મોઢાના મેરા રહ્યા. તે ના ન પાડી શાને લગ્ન થઈ ગયા.
(૩) પાપ જુગુપ્સા :- તેનામાં પાપ પ્રત્યે જુગુપ્સા રહેલી હોય. પાપ શબ્દથી પણ દૂર રહે. અરે મારાથી આવું કાર્ય થાય કદી ? સતત હૃદયમાં ડંખ હોય, પાપ ભીરુતા હોય. કરે તો પણ હાથ કંપે, મનમાં ખચકાટ થાય તેવા મનુષ્ય પાપ જગુસાન લક્ષણ વાળો કહેવાય.
(૪) નિમલ બોધ :- પાપ પુન્યના ભેદ જાણે. હેય-ઉપાદેયને જાણે, અને તે રીતે સમ્યફ કે અસભ્ય પ્રવૃત્તિને સમજે તથા જાણે. તેને નિર્મળ બોધરૂપ લક્ષણ છું.
ધર્મસિદ્ધના આ ચાર લક્ષણ જણાવી પાંચમું લક્ષણ કર્યું પ્રાણ વનપ્રિય, તે વ્યક્તિમાં ઉદારતા હોય, દાક્ષિણ્યતા હોય, પાપ જુગુપ્સા હોય અને નિર્મલ બોધ હોય, પણ ને બ્રિચયં-લોકપ્રિયતા પ્રાયઃ