________________
ભીનારા કેળવો અંતરની
૨૭૯
મર કહેતા પણ દુઃખ હવે મારે કીમ નવી હોય હિંસા ભગીની અતિ બુરી રે વાનરની જોય રે પ્રાણી
કોઈને “તું મર” એટલું વાક્ય કહીએ તો પણ તેને દુઃખ થાય છે તે તે જીવને મારવાથી દુઃખ થાય કે નહીં? માટે હે ભવ્ય જીવ શાંતિનાથ તથા મુનિ સુવ્રત સ્વામીજીને નમસકાર કરી તેમના જીવનનું સ્મરણ કરી કરુણું ભાવમાં પ્રવર્તનારા બનવાનું દયેય કેળવો.
શાંતિનાથ પરમાત્મા પૂર્વે મહાવિદેહમાં રત્ન સંચયા નગરીમાં રાજા હતા તે વખતે ભયથી ફફડતું પારેવું તેના શરણમાં આવ્યું. તેની પાછળ તરત જ સિંચા–બાજપક્ષી આવ્યું. તેણે કહ્યું કે રાજન આ પારેવું મારો શિકાર છે. મને ખૂબ જ સુધા લાગી છે. માટે આ પક્ષી મને આપી દે.
રાજા કહે તેના બદલામાં તેને ઉત્તમ અને આપું. બાજપક્ષી બેલ્વે મારો ખોરાક માંસ છે માટે મને અન્ન નહીં માંસ જ આપ.
મારા શરીરમાંથી તને માંસ આપું.
રાજા, ખરેખર તને આ પારેવાની આટલી બધી કરુણ હોય તે તેને વજન જેટલું જ માંસ મને આપ.
રાજાએ ત્રાજવું મંગાવ્યું. એક તરફ પારેવું રાખી, બીજી તરફ પિતાની જાંઘમાંથી કાપીને માંસને પીંડ મુક્યો. પણ ત્રાજવું નમતું નથી એમ કરતા રાજા પોતે જ આખો ત્રાજવા પર બેસી ગયે.
રાજાની આવી અનન્ય કરુણ–દયા ભાવના વડે પ્રસન્ન થઈ દેવ પ્રત્યક્ષ થયા. હે રાજન્ ! અમે દેવસભામાં તમારી પ્રશંસા સાંભળીને તમારી પરીક્ષા કરવા આવ્યા હતા. ખરેખર તમે તેવા જ કરુણાવંત છે.
શ્રાવકોને પણ આ કારુણ્ય મૂર્તિ રાજાનું કથાનક એકજ સંદેશો આપે છે. ભીનાશ કેળ અંતરની. | મુનિ સુવ્રત સ્વામી પણ એક અશ્વ કે જે યજ્ઞમાં હોમાવાને હતો તેના પરની કરુણાને લઈને એક જ રાત્રિમાં ૬૦ જનને વિહાર કરી તેને પ્રતિબોધ કરવા આવ્યા અને ધર્મદેશના થકી તેને પ્રતિબોધ કર્યો. રાજા પણ પ્રતિબોધ પામ્ય, યજ્ઞ બંધ કર્યો અને અશ્વએ અનશન સ્વીકાર્યું તો સહસ્ત્રાર દેવલોકે દેવતા થયા. ત્યાં તે દેવે એક જિન