________________
૨૭૮
અભિનવ ઉપદેશ પ્રાસા-૩
જેમ તમે રોજ શાક સમારો છે પણ મનમાં એમ થાય કે અરેરે જીવ! મેરુ પર્વત જેટલો આહાર કર્યો તે પણ તારી સુધા પૂર્ણ ન થઈ, અને આ વનસ્પતિ જીવોની વિરાધના ચાલુ છે. તે હવે તું કયાં સુધી હિંસા કરીશ? એમ ચિંતવતા મનમાં કરુણ ઉત્પન્ન થાય કે અરેરે કરવું પડે છે મારે, પણ કરવું ન જોઈએ. તો સમજવું કે કરુણ ભાવનાને તમારામાં આવિર્ભાવ થયો.
આ વાતને ઉપદેશ કુમારપાળ રાજાને આપતાં કલિકાલ સર્વજ્ઞા ભગવંત હેમચંદ્રાચાર્યજી મહારાજા જણાવે છે કે અન્ય દર્શને પણ દયાપાલન માટે ઉપદેશ આપે છે.
पृथिव्यामप्यहं पार्थ वाया वग्नौ जलेप्यहम वनस्पति गतश्चाहं सर्वभूत गतोप्यहम् यो मां सवंग तं ज्ञात्वा न च हिंसेत्कदाचन
तस्याहं न प्रणस्यामि यस्य मां न प्रणस्यति હે અજુને હું પૃથ્વીમાં–વાયુમાં–અગ્નિમાં–જલમાં–વનસ્પતિમાં અને સર્વ ભૂતેમાં રહેલો છું. તેથી મને જે સર્વ વ્યાપક જાણી હિંસા કરશે નહીં તેને વિનાશ હું પણ કરીશ નહીં અર્થાત્ જે મને હણશે નહીં તેને હું પણ હણીશ નહીં.
શ્રી વિષ્ણુપુરાણમાં પણ કહ્યું છે કે હે રાજન જે પુરુષ પરસ્ત્રી, પરધન અને જીવ હિંસામાં બુદ્ધિ કરશે નહીં તેના ઉપર વિષ્ણુ ભગવાન સંતુષ્ટ થશે.
આવા વિવિધ વાથી કુમારપાળને દયા અને અહિંસાને ઉપદેશ આપી દયાપાલક બનાવ્યું.
શ્રાવકોએ પણ તેનો સમગ્ર જીવન વ્યવહાર શકય તેટલે નિષ્પાપ બનાવ તે માટે ચૌદ નિયમ ધારણા સાથે છ કાયની ધારણ કરીને
ગોપભોગનું પરિમાણ નકકી કરવું. જેમકે અપકાયમાં હું ૧૦ કે ૨૦ ડોલ કરતાં વધારે પાણીને ઉપભોગ કરીશ નહીં. ૧૫ કે ૨૦થી વધારે દીવાલા વગેરે અગ્નિકાયને ઉપભેગ કરીશ નહીં, વાયુકામાં પાંચથી વધુ પંખા–હીંચકા કે એરકન્ડીશનરને ઉપભોગ કરીશ નહીં, આવી ધારણાઓ વડે પ્રથમ તો હિંસા ઘટશે અને વાપરતી વેળા પણ મનમાં એક પ્રકારની કરુણ રહેશે કે હું કઈ રીતે વધુને વધુ જાની વિરાધનાથી બચી શકું ?