________________
ભીનારા કેળવે અંતરની
२७७ આ તરફ સિંહ ગાયને મારી નાખવા ઉછાળા મારી રહ્યો છે પણ તલવારના ભયે આગળ વધી શકતો નથી. ત્યારે ઝાડ પર બેઠેલા પોપટ બોલ્યો તે માલવેશ્વર ! સ્વભાવે જ આજ કે કાલ મરી જનારી ગાય માટે તારા પ્રાણોને શા માટે અર્પણ કરી રહ્યો છે? તેનાં કરતા આ વડ ઉપર ચડી જા.
રાજા કહે છે શુકરાજ ! તમારે આ પ્રમાણે બોલવું ન જોઇએ. કારણ કે બીજાનાં પ્રાણ વડે પોતાનું રક્ષણ તે બધાં જ કરે છે. પણ પિતાના પ્રાણો વડે બીજાનાં પ્રાણનું રક્ષણ કરનાર કેઈક જ હોય છે. સઘળાં ધર્મોમાં પ્રધાન એવા કરુણ–દયા ધર્મ સિવાય બધાં ગુણે નકામા છે. દયા જ ધર્મરૂપી કલ્પવૃક્ષનું બીજ છે.
સવાર પડતાં જ્યાં વિક્રમાદિત્ય રાજા જુએ તો ગાયસિંહ કે પોપટ કોઈ નજર ન પડે. તેટલામાં બે દેવે પ્રગટ થયા. ખરેખર હે રાજન ! તારા દયા અને કરુણા ભાવનાના જે વખાણ સાંભળેલા હતા તે જ તું છે માટે જે જોઈએ તે માંગી લે.
રાજાએ કઈ ઈચ્છા પ્રગટ ન કરી ત્યારે દેવો એ તેને કામધેનુ ગાય આપી સ્વસ્થાને પ્રયાણ કર્યું. રસ્તામાં કેઈ બ્રાહ્મણ મળે, કહ્યું કે આ બાળકની માતા મૃત્યુ પામી છે હવે આ બાળક દુધ વગર રહી. શકતા નથી તો શું કરું ? કરુણા હૃદયવાળા રાજાએ તે બ્રાહ્મણને કામધેનુ ગાય આપી વિદાય કર્યો.
શ્રાવકે તમે પણ આ રીતે ભીનાશ કેળવે અંતરની અને છે જીવ કરુણું નામક કર્તવ્યની ગ્ય પરિપાલના કરો.
પ્રશ્ન – અહીં કયાંક દયા અને ક્યાંક કરુણા શબ્દ આવે છે તેમ કેમ?
સમાધાન – મૂળ શબ્દ તો છ ની જળ જ લખ્યો છે. પણ કરુણા એ દયાની જનની છે. જેમ માટી હોય તેમાંથી ઘડે થઈ શકે પણ તેને મૂળમાં તો માટી જ રહેલી છે. તે રીતે કરુણ હોય તે યા જમવાની છે. કેમકે દયાનું મૂળ કરુણા ભાવ છે. દત્ત નિરત મવસ્તુ મૂતળા : એ કરુણા ભાવના છે. તેમાંથી દયાને આવિર્ભાવ થતો હોવાથી અહીં બંને શબ્દો પર્યાયની જેમ આવ્યા કરે છે. ભાવને જ પકડવા માટે બંને શબ્દ ને પર્યાયવત્ સમજી લેશે તે પણ શ્રાવકનું મૂળ કર્તવ્ય શું છે તે સ્પષ્ટ થઈ જશે.