________________
२७६
અભિનવ ઉપદેશ પ્રાસાદ-3
જેમ તમને પોતાના પ્રાણે અભિષ્ટ છે. તેમાં પ્રાણી માત્રને પણ પિતાના પ્રાણે અભિષ્ટ જ છે. માટે ધર્મા પુરુષેએ પોતાની પઠે બીજા પ્રાણુઓની દયા કરવી જોઈએ. ' અર્થાત્ હે શ્રાવકે! જેમ તમને તમારો જીવ વહાલે છે તેમ બધાને પોતાને જીવ વહાલો જ હોય માટે સર્વ જીવોને પિતાના જેવા માની તેમના પર પરમ કરુણા ભાવ રાખો.
___ कृपा नदी महातीरे सर्वे धर्मास्तृणाङ्कुराः
शोषमुपेतायां कियन्नदन्ति ते चिरम् કૃપા નદીના કિનારા ઉપર સઘળા ધર્મો અંકુરા રૂપ છે. જયારે તે નદી સુકાઈ જાય ત્યારે તે અંકુરા પણ કેટલે કાળ ટકી શકવાના ? અર્થાત્ જ્યાં બિલકુલ દયા-કરુણાને છાંટો નથી તે દયા કે કરુણું ભાવ પર આધારિત ધર્મ પણ કેટલા ટકવાને?
ખરેખર પોતાના પ્રાણેની આહુતિ આપીને પણ બીજાનાં પ્રાણની રક્ષા કરે છે તેવા દુર્લભ અને જેની સ્તુતિ દેવતાઓ પણ કરે છે તેવા પવિત્ર પુરુષે બે-ત્રણ કે માંડ ગણ્યાગાંઠયા જ હોય.
વિક્રમાદિત્ય રાજા હતો. એક વખત તે અશ્વ પર ભાગતી ભાગતો તરસથી પીડાઈ રહ્યો હતો અને અરણ્યમાં તે પાણીની તપાસ કરતા ફાંફાં મા લાગે.
તેટલામાં કેઈ એક ગુફામાં કાદવવાળા તળાવમાં ખેંચી ગયેલી અને દુર્બળ એવી ગાય જોવામાં આવી. આંસુથી ખરડાયેલી બોવાળી ગાયે રાજાને જોઈને બરાડા પાડવા માંડ્યા. તે સાંભળી દુખી પ્રાણ પ્રત્યે પરમ કૃપા અને કરુણા ભાવવાળા એવા દયાળુ રાજા વિક્રમાદિત્યે તેને બહાર ખેંચી કાઢવા માટે અનેક ઉપાયે કર્યા પણ કઈ રીતે ગાય બહાર નીકળી નહીં.
તેમ કરતાં રાત્રિ થઈ ગઈ ત્યારે કઈ ભુખ્ય સિંહ આવ્યા તે ગાયના ભક્ષણ માટે સિંહ નાદ કરી રહ્યો છે. તે જોતાં કરુણા રાજાએ વિચાર્યું કે જે આ દુર્બલ ગાયને હું અહીં મુકીને ચાલ્યા જઈશ તે આ સિંહ જરૂર તેને મારી નાખશે.
મારા પ્રાણોને નાશ થાય તે પણ મારે આ ગાયનું રક્ષણ કરવું જોઈએ. એમ વિચારી ખુલી તલવાર ઉગામી ગાયની પાસે ઉભો . રાત્રિમાં ટાઢ અને ભયથી ગાય થરથરવા લાગી એટલે રાજાએ પોતાના વઓ ઉતારી ગાયને ઢાંકી દીધી.