________________
२७४
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
-
- - -
-
-
-
આ જગતમાં કુંથુઆથી માંડીને ઈદ્ર પર્યન્તના સર્વ સુખની જ ઈચ્છા રાખે છે. પણ કષાય-અવિરતિ પ્રમાદ અને રાગદ્વેષની પરિણતિ વગેરે પ્રબળ કારણોને લીધે સુખનું જે સાચું કારણ ધર્મ છે, તેનું પાલન થતું નથી. જ્યાં સુધી જિનેક્ત ધર્મનું યથાર્થ આરાધન ન થાય ત્યાં સુધી સુખની ઈચ્છા રાખનારને સ્વપ્નમાં પગ સુખ કયાંથી હોઈ શકે?
ધમ પાયે છે અહિંસા. દરેક પ્રાણીને જીવવાની આશા છે. મરણની વાત માત્રથી જ ભય બ્રાંત બની જાય છે. એટલે આ અનાથ-અશરણ પ્રાણીઓ પ્રત્યે પૂર્ણ કરુણું ભાવ રાખી તેઓને શકય તેટલું અભયદાન આપવાની પ્રવૃત્તિમાં રત થઈ સુખના અભિલાષી પ્રાણીઓ એ જીવદયા પાળવા પ્રયત્નશીલ બનવું જોઈએ.
આર્યા વર્તન તમામ દર્શને પણ અહિંસાને પરમ [ શ્રેષ્ઠ ] દર્શન માને છે. તે માટે લખ્યું પણ છે.
ददातु दानं विदधातु मौनं वेदादिकं चापि विदांकरोतु
देवादिकं ध्यायतु सन्ततंवा न चेद्दया निष्फलमेवसर्वम् દાન આપે – મૌન ધારણ કરો – વેદાદિક અથવા બીજા ગમે તે શાસ્ત્રોને જાણે અને નિરંતર દેવાદિકનું ધ્યાન કરો. પણ જે એક દયા નથી તે આ બધું જ નિષ્ફળ છે એટલે કે દયા વગરને આ બધો ધર્મ રાખમાં ઘી હોમ કરવા બરાબર છે.
અર્ણિકા પુત્ર આચાર્યએ શ્રુત જ્ઞાનના ઉપયોગ દ્વારા દુષ્કાળ પડવાને છે તેમ જાણ્યું. પોતાના ગરછને બીજા દેશમાં મોકલ્યા. પિતે અતિવૃદ્ધ હોવાથી ત્યાં જ રહ્યા હતા.
તે વખતે તેમની નિરંતર સેવામાં રત એવા સાધ્વી પુષ્પ ચુલાને વૈયાવચ્ચના પ્રભાવે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અર્ણિકા પુત્ર આચાર્યને જેવી ખબર પડી કે આ તે મારા વડે કેવળીની આશાતના થઈ ગઈ કે તુરત મિચ્છામિ દુક્કડમ આપીને પૂછયું કે હે ભગવનું મારો મોક્ષ થશે કે નહીં?
કેવલી ભગવંતે જણાવ્યું કે આ જ ભવમાં તમને ગંગા નદી ઉતરત કેવળજ્ઞાન થશે.
તે આચાર્ય મહારાજને ખરેખર જ્યારે ગંગા નદી પાર કરવાનો પ્રસંગ ઉભો થયે. ત્યારે નદી ઉતરવા માટે નાવમાં બેઠા. પણ જે બાજુ