________________
ભીનારા કેળવો અંતરની
૨૭૩
-- અમારા ગામ મા કમર
સમળી તે ઉતરીને કેઠા પર આંટા દેવા લાગી. માણસીયા વાળાને થયું કે બચારા જીવ મારા પાસે આશા કરે છે ને તેને હું કેમ ભુખ્યા રાખી શકું. મનમાં ને મનમાં અપાર કરુણા ઉપજી.
ભેટમાંથી કટાર ખેંચી. પિતાના પગની પીંડી ઉપર ચીરો કર્યો અને તરબુચની ડગળી જેવું ચેસલું પોતાના દેહમાંથી વાઢીને હાથમાં લીધું. આપાએ આભ સામે જોઈને પંખીણીની દિશામાં ચોસલું અધર ઉલાળ્યું. સમળીએ આનંદને બાદ કરી અધથી જ ઝીલી લીધું.
બીજી સમળી કર ... ૨... ૨.૨ કરતી આવીને બીજુ ચોસલું આભમાં ઉછાળ્યું. જાધમાંથી લાલ ચટક ચોસલા કાપીને ઉછાળ્યા. પછી તે ત્રીજી ચોથી પાંચમી સમળી ઉડી ઉડીને આવવા લાગી. સમળીઓના થર બંધાઈ ગરા ને આપાને જાણે આનંદના હિલેાળા છુટયા.
હસતો હસતો અને પંખીણ ઉપરના કરુણા ભાવ સાથે પ્રેમ વસાવતે પોતાની કાયા વાઢતે ગયે ને આભમાં પીરસતે ગયે. સાંજ પહેલા તે દેહ પાડી નાખ્યો.
તેની નનામી નીકળી ત્યારે પણ આભમાં સમળીઓના ટોળે ટેળા ઉડતાં'તા જ્યારે નનામી મુકી ત્યારે પોતાના સ્વામીને પંખે ઢાળતી હોય તેમ તે સમળીઓ પાંખે વીંઝવા લાગી. લોકેએ વાંસડા મારી મારીને પંખીડા દૂર કર્યા ત્યારે માંડ ચિતામાં આગ મેલાણી.
તમને મેઘરથ રાજાની વાત કદાચ વર્ષો પુરાણી લાગે. પણ આ માણસિયે વાળે હમણાંને કાઠી થઈ ગયે. જેતપુર ગામને જ. કેટલી કરુણ હશે તેને સમળી પ્રત્યે કે પિતાનું અંગે અંગ સમર્પણ કરીને પણે સમળીઓને ભુખી ન રહેવા દીધી. આવી છે જીવ કરુણાના પાલન માટે એક સૂત્ર ઉતારી દે હૃદયમાં ભીનાશ કેળવે અંતરની. ઉપદેશ માળામાં સુંદર ક મુકયો છે?
देहिन : सुखभीहन्ते विना धर्म कुत : सुखम् ?
दयां विना कृता धर्मस्ततस्तस्यां रता भव પ્રાણીઓ સુખની ઈચ્છા કરે છે. પણ ધર્મ વિના સુખ ક્યાંથી હોઈ શકે? તેમજ દયા વિના ધર્મ કયાંથી હોય? માટે હે ભવિજનો ! જીવાના રક્ષણ માટે તત્પર થાઓ.
કેમકે દુખીત પ્રાણિઓના રક્ષણ માટેની સતત અભિલાષા રૂપ કરુણ ભાવથી યુક્ત હોય તેને જ સહૃદયી કહેવાય.