________________
૨૬૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ (૮) હાસ્ય શિકિત – મશ્કરી કે મજાકવાળું જુઠ બોલવું. (૯) આખ્યાયિકા મિશ્રિત – કથામાં અસંભવિત હોવા છતા
રંગની જમાવટ કરવા બોલવું. (૧૦) ઉપઘાત :– “તું ચાર છે” વગેરે કહેતા વધ બંધન થાય.
શ્રાવકોએ સત્ય ભાષા બોલવી અને અસત્ય ભાષા ન બેલવી તે રીતે ભાષા સમિતિ જાળવવા સત્ય અને પૃષા બંને ભાષાના ૧૦૧૦ ભેદો જણાવ્યા તે આધારે બોલતા શીખો.
કોઈ એક નગરને શસ્ત્રધારી શત્રુઓએ આવી ચોતરફથી ઘેરી લીધું. તે નગરમાં સર્વ સંગથી રહિત એવા સંત નામના મુનિ હતા. તેણે વિચાર કર્યો કે નગરના સર્વે માણસો અહીં જ રહેવાના. દાણ કે ધાન્ય-ધન–શુ-સ્ત્રી–પુત્ર વગેરેના નેહથી બંધાયેલા છે. પણ હું એક છું માટે ભાવરૂપી કારાગૃહ જેવા આ નગરમાં વસવા કરતા તેમાંથી નીકળી જવું સારું. - શીધ્ર પણે તે સુનિ બહાર નીકળી ગયા તે વખતે શત્રુ રાજાના સૈનિકે તે મુનિને ચોતરફથી ઘેરી લીધાં અને રાજા પાસે લઈ ગયા.
રાજાએ પૂછયું, આ નગરમાં સૈન્ય કેટલું ?
ભાષા સમિતિમાં નિપુણ તે મુનિએ વિચાર્યું કે આ કિલ્લામાં ઘણું સૈન્ય નથી એમ જે કર તો આ લાકે સજજ થઈને મોટું યુદ્ધ કરશે અને ક્ષણવારમાં હજારો માનવીને રહાર થઈ જશે. જો ધાનું સૈન્ય આ કિલ્લામાં છે તેમ કહીશ તો આ લકર અહીથી ચાલ્યું જશે ને તેથી કરીને જ્યાં જતાં જશે ત્યાં સ્વીકાર –અપ્લાય આદિ ષટકાયના જીવોની વિરાધના કરશે. માટે એકે વરાન છોલવું તે ચક્ત નથી એટલે તે ચતુર મુનિને વારંવાર પૂછવા છતાં એક જ જવાબ ચાલુ રાખ્યો. - સાધુ પોતાના કાન વડે બધું સાંભળે છે અને નેત્ર વડે ઘણું જુએ છે પણ તે સર્વ કંઈ કહેવા યે ગ્ય હોતું નથી. વારંવાર આ જવાબ સાંભળી શત્રુ રાજાને થયું છે. મુનિ પાઠ ગોખતા ગોખતા ઘેલા થઈને નગરમાંથી ચાલ્યા આવતા જણાય છે માટે તેને છોડી મુક્યા.
આ રીતે ભાષા સમિતિવાળા મુનિએ ધમની આરાધના કરી. તે રીતે પૌષધ વ્રત ધારી, સામાયિક કા કે વિરતિ યુક્ત શ્રાવકે પણ નિરતર ભાષા સમિતિનું પાલન કરવું જોઈએ.