________________
બાલતાં શીખ
બીજાને પીડા થાય તેવું સત્ય વચન પણ ન બોલવું કેમકે લેકમાં કહેવાય છે કે કૌશિક નામને તાપસ તે પ્રકારે બોલવાથી નરકે ગયે.
न सत्यमपि भाषेत पर पीडाकरं वचः
लोकेऽपि श्रयते यस्मात कौशिको नरके गरः કૌશિક નામે એક તાપસ થઈ ગયો. તે લોકમાં સત્યવાદી તરીકે પ્રખ્યાત હતો. એક વખત એવું બન્યું કે કેટલાંક ચે કઈ ગામને લુંટી તાપસ હતા તે જગ્યાએથી પસાર થઈ વનમાં નાસી ગયા. - તે ચારના પગલે પગલે નગર રક્ષકો પણ તેને પીછો કરતાં આવ્યા. તેઓએ કૌશિક તાપસને ત્યાં રહેલે જઈને પૂછયું તમે તે સત્યવાદી માણસ છે તે સત્ય કહો કે ચેર કયા માગે ગયા?
2 કી શિક તાપસ થયું કે જે કોઈ સત્ય જાણવા માગતા હોય તેને અસત્ય કહું તો મોટું પાપ લાગે છે તેથી મારે સત્ય જ કહેવું.
તેણે ચેર જે સ્થળે ગયા હતા. તેના નામ નિશાન જણાવી દીધાં. એટલે નગર રક્ષકે એ ત્યાં પહોંચી જઈ ચોરને પકડી લીધાં અને ત્યાં ને ત્યાં જ મારી નાખ્યા
આ ચારોની હત્યા કરવાના નિમિત્તે તે કૌશિક તાપસ હત્ય વચની હોવા છતાં હિંસાના પાપને લઈને નરકમાં ગયો.
તેથી શ્લોકમાં લખ્યું કે રામપિ આપે” સત્ય પણ ન બોલવું કેવું સત્ય ? તો કે જે બીજાને પીડાદાયી બને તેવું વચન ન બેસવું.
આપણું શાસ્ત્રકાર મહર્ષિએ આ વાતને કેટલી મહત્વ પૂર્ણ ગણી કે “સત્ય વ્રત એવો શબ્દ ન રાખતા અસત્ય વિરમણ વ્રત એવુ બીજા વ્રતનું નામ રાખ્યું. તિવાળો મુવાચાળો વેરમvi - અસત્યથી વિરમવાનું અટકવાનું જરૂર પણ સત્ય બોલવું જ જોઈએ તે ફરજિયાત નથી. ત્યાં મૌન રહેવું એવો ઉપદેશ આપ્યો. તેને જ સમિતિ ગણી અર્થ છે કે સાવધાનીપૂર્વક બોલવું.
શ્રી ભગવતી સૂત્રના તેરમાં શતકના સાતમાં ઉદેશામાં જણાવ્યા મુજબ ભાષા ચાર પ્રકારની છે. (૧) સત્યાષા (૨) પૃષા [અસત્ય ભાષા (૩) સત્ય પૃષા [સત્યાસત્ય ભાષા (૪) અસત્ય પૃષા નિ સત્ય ન અસત્ય ભાષા
આ ચારમાં ચોથા પ્રકાર ની ભાષા વિશેષે કરીને સંબોધન કે આમંત્રણ માટે વપરાય છે.