________________
બોલતાં શીખો
૨૬૩ ફી વધારે. તેણે કેટીસને પૂછયું કે મારી પાસે બમણું ફી કેમ માંગી ?
સેક્રેટીસ કહે યુવાન, મારે તને શિક્ષણ પણ બમણું આપવાનું છે. પહેલા તો મારે તને ચીન કેમ રહેવું તે કલા શીખવવી પડશે પછી તને ભાષણ કેમ કરવું તે કલા આવડશે. કેમકે નિ જરૂરી બડબડાટ બંધ કરતા શીખીશ તો જ જરૂરી શું બોલવું તે આવડશે.
આ બમણું શિક્ષણની ફી પણ બમણ આપવી પડે ?
માનવી બેલતા તો જન્મની સાથે જ શીખવા માંડે છે. તેમ કહીએ તે પણ ખોટું નથી, પણ ખામોશ રહેવાની કલા તે સમજણ પૂર્વક જ ગ્રહણ થાય. અને આ ખામોશ રહેવાની કલા તેજ ભાષા સમિતિ. માટે જ અમે કહ્યું રે ભાઈ ! બોલતા શીખ.
સામાન્ય રીતે સતત બોલતાં માણસો હમેશાં સપાટી પર જ જીવતા હોય છે. આજના યુગની આવશ્યક્તા એ છે કે શબ્દ બચાવી, મૌન જાળવી પરિમિત છતાં, પ્રિય અને સત્ય બોલવું. - અમે પણ ક્યારેક મજાકમાં કહીએ છીએ ભાઈ ! થોડું ઓછું બેલ ક્યાંક અંત સમયે તારી ભાષા વગણના પુદગલો ખલાસ થઈ જશે.
શ્રાવકોએ પણ આ વાતને લક્ષમાં રાખી “ભાષા સમિતિ” કર્તવ્યની ઉચિત પરિપાલના કરવા તત્પર રહેવું. ભાષાને સમ્યક્ ઉપગ કે સાવધાની રાખી બોલવામાં વિવેક કેળવ,
कोहे माणे अ मायाइ लोभे अ उवउत्तया हासे भये मोहरीए विगहासु तहेव य एआइ अट्ठठाणाइ परिवज्जित्तु संजए
असावजमि अ काले भासंभासिज्ज पन्नवं દોષ રહિત વચન બેલિવું તેમ ભાષા સમિતિ નામક ચારિત્રાચારમાં પણ જણાવ્યું, પણ તે દોષ કયા કયા?
કધમાન-માયા-લભ-હાસ્ય-ભય-મુખરતા વાચાળતા અને વિકથા આ આઠ સ્થાનને વજીને અસાવદ્ય એવા કાર્યમાં યથાયોગ્ય કાલે ભાષા બોલવાનું ફરમાવેલ છે.
(૧) કોધ :- કોઈ પિતા પોતાના પુત્ર ઉપર અતિક્રોધ કરે અને કહે કે “તું મારે પુત્ર નથી કે તે કોંધયુક્ત વચન કહેવાય,
(૨) માન :- કે માણસ મરિચિની જેમ અહંકારથી બોલે કે જાતિ વગેરેમાં મારાથી કઈ ઉત્તમ નથી તે તે માન દેષ જાણો.