________________
(૧૦૧) ભાષા સમિતિ
–બેલતાં શીખે
हितं यत् सर्व जीवानां व्यक्त दोष मितं वच :
तद्धर्म हेतो वक्तव्यं भाषा समिति रित्य सौ જે સર્વ અને હિતકારી અને દેષ રહિત તેમજ મિત [ અલ્પ ] વચન હોય તે [ તેવું વચન પણ ધર્મને માટે બોલવું તેનું નામ ભાષા સમિતિ કહેવાય.
શ્રાવકના છત્રીસ કર્તવ્યમાં ૨૯મું કર્તવ્ય ભાષા સમિતિ
પાંચે સમિતિનું વર્ણન જુદી જુદી રીતે સંવર વગેરે પરિશીલનમાં આવે જ છેછતાં ભાષા સમિતિ એવું અલગ કૃત્ય કેમ હશે? આ સ્વાભાવિક પ્રશ્ન થાય. તેને ઉત્તરે એટલો જરૂર આપી શકાય કે જીભ એ શરીરનું સારામાં સારું અંગ છે તેમ શરીરનું સૌથી ખરાબ અંગ પણ જીભ જ છે. તેથી જ ગુજરાતીમાં બે કહેવત પ્રસિદ્ધ છે.
ન બોલવામાં નવ ગુણ અને બોલે તેના બોલ વેચાય,
જીભને કારણે જ મહાભારતનું સર્જન થયું અને જીભ જ પરમાત્માની વાણી પ્રગટ કરી અનેક લોકોને માર્ગે ચડાવનાર છે. માટે ભાષા સમિતિ નામક કર્તવ્ય મુઠયું.
ભાષા સમિતિ એટલે શું ? સાવ સાદે અર્થ “બેલતાં શીખો
સમિતિ શબ્દને અર્થ છે સમ્યફ પ્રવૃત્તિ. ભાષાની પ્રવૃત્તિ સમ્યક હોવી જોઈએ. સમ્ય અર્થ કર્યો સર્વ જીવોને હિતકારી એવી ભાષા બલવી. વળી જરૂર લાગે તેટલું જ બોલવું અને જે બોલે તે પણ ધર્મના હેતુ માટે બોલવું તેનું નામ ભાષા સમિતિ.
- વ્યવહારમાં આ જ વાત સંક્ષેપમાં સમજાવવા કહી શકાય કે દિત મિત્ત | સચ હિતકારી, અ૯પ પ્રમાણમાં, પથ્ય અને સત્ય ભાષા શ્રાવકે બોલવી.
બલવામાં સાવધાની રાખવી તે ભાષા સમિતિ. શ્રાવક જે વચન બોલે તે પ્રિય હોય, પચ્યું હોય અને તથ્યવાળું પણ હોય. એટલે કે ભાષા સમિતિ જાળવતા શ્રાવક કઠોર ભાષા ન લે કે અપશબ્દોને પ્રયોગ ન કરે. કાં તે હિતકારી ભાષા બોલે. અથવા મૌન રહે.