________________
૨૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૩
કરી, અક્રોધાદિ પ્રવૃત્તિમાં લીન અન્યા. વળી ઇન્દ્રિય તથા કષાયાના નિગ્રહરૂપ સચમ ધર્મ ને ધારણ કર્યાં તે યતિધમ –સ વર.
.
ભાવના :-- અનુપ્રેક્ષા ભાવના ખાર પ્રકારે વવાઇ છે તેમાં સવર ભાવમાં લીન અન્યા તે તે સ્પષ્ટ જ છે. સંવર માટેની બુદ્ધિ જ આશ્રવને રોકવા માટેની ભાવનાની નીપજ છે.
૦ ચારિત્ર :-- સમભાવમાં લીન થવા રૂપ સામાયિક ચારિત્ર પાલન કર્યુ” અને “સાવદ્ય યોગના ત્યાગ કરી સ`વર કર્યા કર્માના” એવા ચિલાતી પુત્રને નમસ્કાર હા.
આ રીતે ઉપશમ વિવેક સવરની ત્રિપદી થકી સમ્યકત્વ પામેલા ચિલાતીપુત્રને નમસ્કાર. શ્રાવકાએ પણ ચિલાતી પુત્રના કથાનકને યાદ રાખી સાંવર ધર્મ ના આરાધન માટે એક સૂત્રને કાતરી રાખવુ` ચિત્ત તંત્રમાં અંતર દૃષ્ટિ દેખ,
ઉપશમથી કષાયા પાતળા પડે છે. તેથી સમ્યગ્ દર્શનનો લાભ થાય છે. વળી શાસ્રકારે। ક્રમાવે છે કે સ્વાભાવિક પાતળા કાય થાય ત્યારે મનુષ્યત્વની પ્રાપ્તિ થાય છે.
વિવેક તત્ત્વ બુદ્ધિને ઉત્પન્ન કરે છે તેથી હેય-ઉપાદેયન' મેગ્ય જ્ઞાન થતા આત્માને સમ્યક્ જ્ઞાન ઉપજે છે. અને સમ્યક્ દન તથા સમ્યક જ્ઞાનવાળા આત્મા નવા કર્માનું આવવું રોકવા સતત પ્રયત્નશીલ અને છે. તેથી સવર થાય છે.
સંવરના પિરણામ થતા આપોઆપ ચિલાતી પુત્રની માફ્ક સમ્યક્ ચારિત્રના લાભ થાય છે.
આ રીતે ઉપશમ વિવેક સવર રૂપ ત્રિપદી થકી સમ્યક દર્શન જ્ઞાન–ચારિત્ર એ રત્નત્રયીના લાભ થાય છે. તે રત્નત્રયીનુ આરાધન મેાક્ષમાની પ્રાપ્તિ કરાવે છે.
શ્રાવકોએ પણ સંક્ષેપમાં એટલે! ખ્યાલ રાખવા કે જેમ ઘરના ખારી-બારણા ખુલા હાય તા કચરા આવવાના જ છે. તમે ધર સાક્ કર્યા જ કરી-કચરા આવ્યા જ કરે તે! શુ થાય ?
તે રીતે કમને આવવાના દ્વાર બંધ, ન કરો ત્યાં સુધી કર્મ કચરા આવશે, માટે સવર્ ધર્મ ને આદરનારા બનાને અત્તર દૃષ્ટિ દેખ સૂત્રને ચરિતાર્થ કરી મેક્ષપત્રના પથિક બના.