________________
૨૫૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ મેં જ મારા હાથે તેને મારી નાખ્યા. અરેરે મારો પ્રેમ જ તેને મારનાર બન્યો. | મનમાં ને મનમાં પશ્ચાતાપ કરતી એવી તે સ્ત્રીને વૈરાગ્ય ઉત્પન્ન થયે, તેણીએ પણ અંતે ચારિત્ર ગ્રહણ કર્યું. પણ અંત સુધી તેણે મુનિ હત્યાના પાપની આલોચના કરી નહીં. મૃત્યુ પામી તે ચારિત્રના પ્રભાવથી સ્વર્ગે જરૂર ગઈ. પરંતુ તેના માથા પર ડોલતું મુનિ હત્યાનું પાપ એમને એમ રહ્યું.
બંને ને કશ્રવ કેવ થયે હશે તે વિચારે જોઈએ–શુભ આશ્રવને પરિણામે સ્વર્ગ જરૂર મળે પણ સ્વર્ગમાંથી આવીને માનવ ભવ પામ્યા ત્યારે શરૂ થયે અશુભ આશ્રવને ઉદય.
ચિલાતી પુત્ર રૂપે જ યજ્ઞદેવ બ્રાહ્મણને જીવ. કારણ કે પૂર્વ મલિન વસ્ત્રાદિ પર સાધુપણામાં દુગછા કરી છે, તેથી દાસીપુત્ર થયે.
સુષમા તરીકે જન્મ પામી પૂર્વ ભવની સ્ત્રી.
પૂર્વ ભવના પતિ–પત્ની છે. એક બીજા પર અતિ સ્નેહ રહેલો છે. ચિલાતી પુત્રને અતિ રાગ હોવાથી તે બાલ્ય વયમાં કુચેષ્ટા કરવા લાગે. સુષમાને પણ રાગ હોવાથી તેને કુચેષ્ટામાં રતિ–પ્રિતિ ઉપજતી.
પણ અંતે સુષમાને અનાલોચિત કર્મશ્રવને કેવો કરુણ વિપાક છે કે જે રીતે પ્રેમવશ તેણી પતિના મૃત્યુનું કારણ બની તે જ રીતે ચિલાતીપુત્રને અતિ પ્રેમ હોવા છતાં તેના હાથે જ સુષમાનું માથું ધડથી અલગ થયું.
આ છે પૂર્વે શાશ્રય કરેલા કર્મોને શુભાશુભ વિપાક.
સંવના સત્તાવન ભેદમાં મુખ્ય છે બાબતે વર્ણવી તે સમિતિ આદિને અર્થ વિચારો
(૧) સમિતિ –સમ્યફ ઉપગ કે સાવધાનતાપૂર્વકની પ્રવૃત્તિ તે સમિતિ.
આવી સમિતિના પાંચ ભેદ કહ્યા. ઈ–ભાષા-એષણા–આદાનઉચાર. જેમાં ગમન કરવું કે ચાલવું તે ઈર્ષા સમિતિ, એજ રીતે બોલવામાં નિર્દોષ આહારાદિ ગ્રહણ કરવામાં–કોઈપણ વસ્તુ લેવા કે મુકવામાં–મળમૂત્રાદિકના ત્યાગમાં એમ ચારેમાં સમ્યક પ્રવૃત્તિ તે અનુક્રમે ભાષા-એષણું આદાન અને ઉરચાર સમિતિ જાણવી.