________________
અંતર દષ્ટિ દેખ
૨૫૩ ઉત્પન કરે છે તે જ ચિત્ત જે કષાય અને વિષય વડે વ્યાપ્ત થાય તો અશુભ કર્મને વિસ્તાર છે.
તે જ રીતે સમ્યક જ્ઞાનને આશ્રયે બોલેલું વચન શુભ કર્મ ઉપાર્જન કરે છે અને મિથ્યાજ્ઞાનને આશ્રયવાળું વચન અશુભ કર્મ ઉપાર્જન કરાવે છે. સારી રીતે ગોપવેલ કે ઘમકિયા પ્રવૃત્ત કાયા શુભક ઉપાર્જન કરે છે, આરંભ પરિગ્રહમાં ડૂબેલી કાયા અશુભ કર્મો બાંધે છે.
કષાય-વિષય–ગ–પ્રમાદ–અવિરતિ અને મિથ્યાત્વ એ સર્વે અશુભ કર્મો ઉપાર્જન કરવાના હેતુ છે અને આ બધાં આવ સ્થાજેને નિરોધ કરે છે તે સંવર કહેવાય છે.
સંવરના બે ભેદ જણાવ્યા. દ્રવ્ય સંવર અને ભાવ સંવર. કર્મના પુદ્ગલોની પ્રાપ્તિને અટકાવવી તે દ્રવ્ય સંવય અને સંસારના કારણરૂપ જે ક્રિયાઓને ત્યાગ તે ભાવ સંવર;
જે જે ઉપાયો વડે જે જે આશ્રવને રોધ થાય તે તે આશ્રવને રૂંધવા માટે શ્રાવકોએ યત્ન કરે. - ક્ષમા વડે ધને, માર્દવતા વડે માનને, સરળતા વડે માયાને અને સંતોષ વડે લોભ ને રૂંધવો જોઈએ.
એ જ રીતે અસંયમથી વૃદ્ધિ પામેલા વિષ સમાન વિષયને અખંડ સંચમ વડે, ત્રણ ગુતિ વડે મન-વચન કાયાના ત્રણ ભેગને, અપ્રમાદ વડે પ્રમાદને અને સાવદ્ય વ્યાપારના ત્યાગ વડે અવિરતિને
રોકવી.
એ રીતે શ્રાવકોએ સંવર ભાવમાં રહેવું.
ઘના છેષ્ઠીની શિલાતી નામે દાસીને પુત્ર હોવાથી સૌ તેને ચિલાતીપુત્ર કહી બોલાવતા હતા. ઘના શ્રેષ્ઠીની પુત્રી સુષમાને રમાડવા સાચવવા માટે તેને રાખ્યો હતો. પરંતુ નાનપણથી જ સ્વેચ્છા– ચારે ચડેલા ચિલાતીપુત્રની સુષમા સાથેની કુચેષ્ટા અને અસભ્ય રમતો એક વખત શેઠાણીના જોવામાં આવી એટલે ઘરમાં વાત થતાં શેઠ તેને કાઢી મુકો.
તે સિંહ ગુફા નામની ચારની પલ્લીમાં જઈ રહ્યું. ત્યાં પતિપતિએ પોતાના પુત્ર પણે રાખ્યો અને પિતાના અવસાન વખતે ચિલાતિપુત્રને પલ્લિ પતિ પદે સ્થાપ્યો.