________________
ઉપર
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
વાલે નામોરી કરીને ૧૮૯૦ની આસપાસમાં એક બહારવટી થઈ ગયો. વાલાની યુવાન ઓરત અચાનક મૃત્યુ પામી. તે ટાણે વાલાને જુવાનીના પુર ઉમટે. સહુ સાથી પોત-પોતાની પરણેતરને વારેવારે મળવા જાય. વાલાને ઘેર જઈ બેસવાનું ઠેકાણું નથી. છતાંયે વાડે કોઈ દી ઊંચી આંખે કોઈ ઓરત સામે જોતો નથી.
જોગી જે વાલો બે કામ કરતો કાં તો લડવું અને કાં તે (માળા) તસબી ફેરવવી. કેવો ગજબને કાબુ મેળવ્યો હશે આંખ ઉપરચક્ષુરીન્દ્રિયના વિષયમાં કેટલે રોવર કર્યો હશે તેણે એક વખત તેના સાથીઓએ વાત છેડી વાલા તારા નિકાહ કરીએ. વાલાએ પૂછયું. કોની સાથે?
કાજરડાના વીરમ મિયાણાની દીકરી વાઈ સાથે. એ પણ ઘર ભંગ થઈ છે.
તમે ઈ બાઈ સાથે વાત કરી છે? –ના
“મ બેલો મ બોલે તો પછી” કહી વાલાએ જીભ કચડી – – આવું બોલીને તમે પાપમાં પડે છે અને મનેય પાડો છો- એમાં વળી પાપ શુ થયું વાલા?' અરે ભા’ ઈ બાઈને મનમાં કદાચ એમ હોય કે વાલે મારે ભાઈ જેવો છે તો પછી હું તે ખુદાને ગુનેગાર થાઉં કે નહીં?
બહારવટીયા પણ પિતાની નજરું સંકેલીને આટલા નેકી ટેકીવાળા હોય તો વર્તમાન સ્થિતિના સજજને કરતાં તેમની સુઝ-સમજ કેટલી હશે? માટે શ્રાવકોને પાપકર્મોથી અટકવાને [સંવરને] ઉપદેશ આપતા લખ્યું અંતર દુટિ દેખ.
સવ મિથ્યા દર્શન એ પહેલું આશ્રવ દ્વાર છે અને કષાય વગેરે સવ બીજા આશ્રવ દ્વારા છે તે બા આશ્રવ દ્વારને નિરોધ કરવો તે સંવર. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ ચગશાસ્ત્રમાં સંવરના સ્વરૂપને વર્ણવતા જણાવેલું છે કે
“મન-વચન-કાયાની ક્રિયાને વેગ કહેવાય છે. તે રોગોથી પ્રાણીઓને શુભાશુભ કર્મ ચોતરફથી સૂવે છે.-ઉત્પન્ન થાય છે. તેથી જ તેને આશ્રવ કહેવાય છે તે આશવને રોકવા એ જ સંવર]
મૈત્રી વગેરે ચાર ભાવનાથી વાસિત થયેલું ચિત્ત શુભ કમને